Not Set/ ફ્રાન્સે આ કામ કરતા ભારતના વિદેશમંત્રીએ આભાર વ્યકત કર્યો

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય નાગરિકોને કાબુલથી પેરિસ લાવવા બદલ ફ્રાન્સનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

Top Stories India

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ તમામ દેશો પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં  વ્યસ્ત છે. આ દરમિયાન ફ્રાન્સે ભારતને મદદ કરી છે  ફ્રાન્સે 21 ભારતીયોને કાબુલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢયા છે.ફ્રાન્સે કાબુલની બહાર પહેલી ફ્લાઇટમાં અફઘાનિસ્તાનમાં ફ્રેન્ચ એમ્બેસીની સુરક્ષા હેઠળ તૈનાત 21 ભારતીય નાગરિકોને પણ પરત લાવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય નાગરિકોને કાબુલથી પેરિસ લાવવા બદલ ફ્રાન્સનો આભાર માન્યો હતો. બુધવારે, ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લિનાને ટ્વિટ કર્યું, ‘કાબુલમાંથી બહાર નીકળવા સંબંધિત ફ્રાન્સની પ્રથમ ફ્લાઇટમાં 21 ભારતીય નાગરિકો પણ હાજર હતા. જાણીતા ગોરખાઓ ફ્રેન્ચ દૂતાવાસની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા હતા.

ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લીનાને કહ્યું કે, ફ્રાન્સ અફઘાનિસ્તાન સંબંધિત ઘટના પર ભારત સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે.  ફ્રાન્સ અફઘાનિસ્તાન પર ભારત સાથે ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંકલન કરી રહ્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રી ડ્રાયન સાથે ટેલિફોનિક વાતચીત બાદ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનની સંબધિત પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંકલન ચાલુ રાખીશું

જયશંકરે 21 ભારતીય નાગરિકોને કાબુલથી પેરિસ લાવવા બદલ ડ્રાયનનો આભાર માન્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પરત ફરતા  તાલિબાનોએ દેશના તમામ મોટા શહેરો પર કબજો કરી લીધો છે. કાબુલ પર તાલિબાનના કબજા વચ્ચે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. ગનીએ યુએઈમાં આશ્રય લીધો છે.