Not Set/ બેંક લોકરમાં ચોરી થશે તો બેંક વળતર આપશે, આ છે RBI ની નવી ગાઈડલાઈન્સ

જો તમે બેંકના લોકરમાં દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો, તો આ સમાચાર તમારા માટે છે. ખરેખર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેંક લોકર ભાડે લેવા સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

Trending Business
બેંક લોકર

જો તમે બેંકના લોકરમાં દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો, તો આ સમાચાર તમારા માટે છે. ખરેખર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેંક લોકર ભાડે લેવા સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. રિઝર્વ બેંકે સુધારેલી સૂચનાઓમાં બેંકો માટે વળતર નીતિ અને જવાબદારીનો પણ વિગતવાર ઉલ્લેખ કર્યો છે.

નવો નિયમ શું છે:

રિઝર્વ બેંક અનુસાર, બેંકોએ તેમના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી આવી નીતિ અમલમાં મૂકવી પડશે, જેમાં બેદરકારીને કારણે બેંક લોકર માં રાખવામાં આવેલા માલ માટે તેમની જવાબદારી નક્કી કરી શકાય છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે કુદરતી આફતો એટલે કે ભૂકંપ, પૂર, વીજળી અથવા તોફાનની સ્થિતિમાં બેંક કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

જો કે, બેંકોએ તેમના પરિસરને આવી આફતોથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર પડશે. આ સિવાય, જ્યાં સલામત ડિપોઝિટ લોકર્સ સ્થિત છે તે પરિસરની સુરક્ષા માટે બેંક સંપૂર્ણપણે જવાબદાર રહેશે. નિર્દેશમાં જણાવાયું છે કે આગ, ચોરી, લૂંટ અથવા ઘરફોડ ચોરીના કિસ્સામાં બેંક તેની જવાબદારીમાંથી છટકી શકે નહી. આવા કિસ્સાઓમાં બેંકની જવાબદારી લોકરનાં વાર્ષિક ભાડા કરતાં સો ગણી હશે.

Pride / આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા

Technology / વોટ્સએપ પેમેન્ટમાં ઉમેરાયું આ અદ્ભુત ફીચર, પૈસા ટ્રાન્સફર કરવું બનશે વધુ સરળ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી ઓક્ટોબરથી શરૂ થશે, 500 રૂપિયાથી ઓછી કિંમતે કરાવો બુક

જો તમે રાત્રે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ ટીપ્સ વાંચો, મુસાફરી આરામદાયક રહેશે

વોટ્સએપ / એક જ સાથે 256 લોકોને એક જ મેસેજ મોકલો, એ પણ ગ્રુપ બનાવવાની ઝંઝટ વગર

75 મો સ્વતંત્રતા દિવસ / આઝાદીના ૭ 4વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ક્યાંથી ક્યાં પહોચ્યો છે આવો જાણીએ …