ગંભીર આક્ષેપ/ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આરોપ, ભારતીયોને યુક્રેને બનાવ્યા હતા બંધક, રશિયન સેનાએ કરાવ્યા મુક્ત

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમાએ પહોચ્યું છે ત્યારે યુક્રેન પર પુતિને મોટો આરોપ લગાવ્યો છે,રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કહ્યા પ્રમાણે યુક્રેને 3 હજાર ભારતીયોને બંધક બનાવ્યા હતા. રશિયન સેનાએ બંધકોને મુક્ત કરાવ્યા છે

Top Stories World

યુક્રેન પર પુતિનનો સૌથી મોટો આરોપ
યુક્રેને 3 હજાર ભારતીયોને બંધક બનાવ્યા હતા
રશિયન સેનાએ બંધકોને મુક્ત કરાવ્યા
યુક્રેન સેનાએ ભારતીયો પર ગોળી ચલાવી
વિદેશી નાગરિકોને ઢાલ બનાવે છે યુક્રેન
અમારી સેનાએ યુક્રેનનો કિલ્લો તોડી નાંખ્યો
અમે રહેણાંક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી નથી

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમાએ પહોચ્યું છે ત્યારે યુક્રેન પર પુતિને મોટો આરોપ લગાવ્યો છે.  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કહ્યા પ્રમાણે યુક્રેને 3 હજાર ભારતીયોને બંધક બનાવ્યા હતા. રશિયન સેનાએ બંધકોને મુક્ત કરાવ્યા છે. એટલુ જ નહીં યુક્રેન સેનાએ ભારતીયો પર ગોળીબાળ પણ કર્યો હતો. વિદેશી નાગરિકોને યુક્રેન ઢાલ બનાવે છે. પુતિનનું કહેવુ છે કે અમારી સેનાએ યુક્રેનનો કિલ્લો તોડી નાંખ્યો છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી નથી કરી રહ્યું.

ઉલ્લેખનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં રહેણાંક વિસ્તારો પર હુમલાના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે રશિયન સેના વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવી રહી નથી. પુતિને સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે યુક્રેનની સૈન્ય નાગરિકો અને વિદેશી નાગરિકોને રક્ષણ આપી રહી છે. તેણે દાવો કર્યો હતો કે રશિયન સેનાએ વિદેશી નાગરિકોને મુક્ત કર્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી સેના યુક્રેનમાં બહાદુરીથી લડી રહી છે.

તેમણે કહ્યું કે, યોજના મુજબ રશિયાનું “સ્પેશિયલ મિલિટરી ઓપરેશન” ચાલી રહ્યું છે. અમે નાગરિકોને બચવા માટે માનવતાવાદી કોરિડોર પ્રદાન કર્યા છે.