સેન્ટ લ્યુસિયાઃ 2024 T20 વર્લ્ડ કપમાં આજે સોમવાર, 24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ કરો યા મરોથી ઓછી નથી. વાસ્તવમાં, જો ઓસ્ટ્રેલિયા આ મેચમાં હારી જાય છે, તો તેની સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના ઘણી ઓછી થઈ જશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પાસે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં કાંગારૂઓ પાસેથી મળેલી હારનો બદલો લેવાની તક છે.
આ રીતે ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે
જો સોમવારે રોહિત સેના ઓસ્ટ્રેલિયાને હરાવશે અને અફઘાનિસ્તાનની ટીમ સુપર-8ની તેની છેલ્લી મેચ બાંગ્લાદેશથી જીતી જશે તો ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. કાંગારૂઓએ 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવીને કરોડો લોકોના દિલ તોડી નાખ્યા હતા. આવી સ્થિતિમાં રોહિત એન્ડ કંપની જૂના હિસાબને સેટલ કરવા ઈચ્છે છે.
વરસાદ વિલન બની શકે છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પર પણ વરસાદનો પડછાયો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયામાં રમાવાની છે. રવિવારે અહીં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન અહેવાલ અનુસાર સોમવારે પણ અહીં વરસાદની ભારે સંભાવના છે. જો આ મેચ વરસાદમાં ધોવાઈ જશે તો ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડી શકે છે. ત્યારે અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
હાર્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા આ રીતે સેમીફાઈનલમાં જઈ શકે
જો ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે હારી જશે તો તે વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય. વાસ્તવમાં, હાર્યા બાદ તેની પાસે સેમિફાઇનલમાં જવાની તક હશે. જો કે ત્યારબાદ તેણે બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરવી પડશે. જો ઑસ્ટ્રેલિયા હારે અને બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે તો કાંગારૂ વધુ સારા નેટ રન રેટને કારણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકે છે.
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં વિન્ડીઝને 3 વિકેટે હરાવ્યું
આ પણ વાંચો: ઇંગ્લેન્ડની અમેરિકાને હરાવીને સેમી ફાઇનલમાં એન્ટ્રી, બટલરના એક ઓવરમાં 5 છગ્ગા
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાન ટીમની ઉજવણીનો વિડીયો
