Panchmahal News : પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકા વિભાગની ટીમો એક્ટિવ થઈ છે. એમાં શહેરા નગરપાલિકાએ પાણીપૂરીના વેપારીઓને ત્યાં રેડ કરી હતી. રેડ દરમિયાન બટાટાંની ગુણોની તપાસ કરી હતી. એ દરમિયાન ત્યાંથી 120 કિલો સડેલાં બટાટાંનો જથ્થો મળ્યો હતો, જેથી પાલિકાની ટીમ પણ ચોંકી ઊઠી હતી. હાલ પાલિકા દ્વારા પાણીપૂરીના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાણીપીણીના વેપારીઓ વધુ કમાવાની લાલચે આરોગ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી.
ત્યારે શહેરામાં શહેરા નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર જિતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ફિલ્ડ વિઝિટ કરી પાણીપૂરી બનાવતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પંચવટી વિસ્તારમાં પાણીપૂરી બનાવતા વેપારીને ત્યાં અચાનક તપાસ કરતાં ત્યાંથી 120 કિલો સડેલાં બટાટાં મળ્યાં હતાં, જેનો પાલિકા ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો હતો અને ત્રણ પાણીપૂરીની લારી જપ્ત કરવામાં આવી હતી.સેનિટરી ઇન્સ્પેક્ટર જિતેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પંચમહાલ વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા શહેરા દ્વારા આગામી દિવાળીના તહેવારો અને અનુલક્ષીને છેલ્લા બે દિવસથી ફટાકડાની દુકાનો, ફરસાણની અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ ચાલી રહ્યું છે. એ દરમિયાન આજે નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર જિતેન્દ્રસિંહ રાઠોડની ટીમ દ્વારા પાણીપૂરી બનાવતા વેપારીઓને ત્યાં દરોડો પાડતાં 120 કિલો સડેલાં બટાટાં મળી આવ્યાં હતાં, જેની ગંભીરતાને ધ્યાનમાં લઇ વેપારીઓની લારીઓ સીલ કરી છે અને જે-તે ખાદ્યપદાર્થનો નાશ કર્યો છે.
આજની કામગીરી દરમિયાન ત્રણ ફટાકડાના વેપારીઓ, જેમની પાસે પરવાના નહોતા તેમનો માલસામાન પણ જપ્ત કર્યો છે.સેનિટરી ઈન્પેક્ટર જિતેન્દ્ર રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે અમે પકોડીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી, જ્યાં બટાટાંના 3 કટ્ટા મળ્યા હતા, જે એકદમ સડેલી હાલતમાં હતાં. જેમાંથી એટલી વાસ આતી હતી કે વોમીટ થઈ જાય. જેથી પકોડી સહિતનો સામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કડીના બુડાસણમાં બનાવટી ઘીની બીજી ફેક્ટરી પકડાઈ હતી, જેમાં ફૂડ વિભાગે રૂ.13.78 લાખની કિંમતનો 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી ફેક્ટરીને સીલ મારી હતી તેમજ ડીસામાંથી ઓઇલ મિલમાં રેડ કરી રૂ. 2.38 લાખની કિંમતનો 2368 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે બીજી બાજુ મહેસાણા જીઆઇડીસીમાં આવેલી નમન અને ક્રિષ્ણા ડેરીમાં દૂધમાં વેજિટેબલ ઘીની મિલાવટ કરીને પનીર બનાવાતું હતું. ત્યાં રેડ પાડી 834 કિલો બનાવટી પનીરનો જથ્થો ઝડપાયો હતો.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન
