Health Tips/ શું હાર્ટ પેશન્ટ કાજુ-બદામ ખાઈ શકે? જાણો શું કહે છે હૅલ્થ એક્સપર્ટ?

Heart Patients ને ઓઇલી ફૂડ્સ અને વધુ મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને લોકો કાજુ બદામ…

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Heart Patients માટે કાજુ-બદામ beneficial ખરાં? Expert શી સલાહ આપે છે?

Health Tips: હૃદયની બીમારી (Heart Disease)થી ઝઝૂમી રહેલા લોકો (Heart Patients) પોતાના ખાણી-પીણીનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આવા પેશન્ટને ઓઇલી ફૂડ્સ અને વધુ મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. દિવાળી (Diwali 2026)ના દિવસો ચાલી રહ્યા છે અને લોકો ભાત-ભાતના પકવાનની સાથે મીઠાઈ અને કાજુ-બદામ (Cashew-Almonds) જેવા ડ્રાય ફ્રુટ્સ પણ સર્વ કરે છે. પરંતુ એક પ્રશ્ન એ છે કે શું હાર્ટ પેશન્ટ કાજુ-બદામ ખાઈ શકે ખરાં? આ પ્રશ્નનો જવાબ નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ તબીબ પાસેથી જાણીશું…

નિષ્ણાતનું શું કહેવું છે?

ડૉક્ટરના મતે, હાર્ટના દર્દીઓ કાજુ-બદામનું સેવન કરી શકે છે. વાસ્તવમાં આ બંને ડ્રાય ફ્રુટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એમાં રહેલા હૅલ્ધી ફેટ્સ, ફાઈબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે.

કાજુ બદામ ખાવાના લાભ
કાજુ બદામ ખાવાના લાભ

બદામ અને કાજુ હાર્ટ માટે શી રીતે ફાયદાકારક? (Cashew-Almonds are Beneficial for Heart Patients)

બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ, ફાઈબર અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઓછું કરવા માટે અને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી રક્ષણમાં મદદ કરે છે. આ ઉપરાંત, કાજુમાં મેગ્નેશિયમ, કૉપર અને હૅલ્ધી ફેટ્સ હોય છે જે હૃદયની સામાન્ય કાર્યપ્રણાલી અને મેટાબોલિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. નિયમિત રીતે સીમિત માત્રામાં નટ્સનું સેવન હૃદય રોગોના જોખમને ઓછુ કરવામાં સહાયક થઈ શકે છે.

કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ?

હાર્ટ પેશન્ટ પ્રતિદિન લગભગ 20-30 ગ્રામ અર્થાત્ એક નાની મુઠ્ઠી જેટલા ડ્રાય ફ્રુટનું સેવન કરી શકે છે. એમાં 5-6 બદામ અને 3-4 કાજુને સામેલ કરી શકાય છે. જો કે, આ માત્રા વ્યક્તિની કુલ કેલરીની જરુરિયાત અને સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર બદલાઈ શકે છે.

Heart Patients-મીઠા વગરના અને કાચા કે હળવા શેકેલા નટ્સનું સેવન કરવું
Heart Patients-મીઠા વગરના અને કાચા કે હળવા શેકેલા નટ્સનું સેવન કરવું

કઈ બાબતોનું ધ્યાન રાખવું?

1. મીઠા વગરના અને કાચા કે હળવા શેકેલા નટ્સનું સેવન કરવું.

2. નમકીન, તળેલું કે ખાંડના લેયર વાળા ડ્રાય ફ્રુટ્સ થી બચવું.

3. જો પેશન્ટને કિડનીની બીમારી, વધુ પડતું પોટેશિયમ અથવા નટ્સથી એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લેવી.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ કેટલી એક્સર્સાઈઝ કરવી જોઇએ? જાણો હાર્ટ નિષ્ણાત પાસેથી…

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ એટૅકનું જોખમ…બ્લડ શુગર વધે તો મળશે સંકેત…થઇ જવું સાવધાન!

આ પણ વાંચો: અનિયમિત ઊંઘની આદત હાર્ટ એટેકનું જોખમ વધારશે: જાણો ડૉક્ટરની ચેતવણી