World News/ ટ્રમ્પનો ઈઝરાયલને મોટો સંદેશ: યુદ્ધનું નુકસાન ભરપાઈ કરો, ઈરાનથી બચાવ્યાનો દાવો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને લઈને મોટું નિવેદન આપતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે

Top Stories World
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને (Iran Israel War)લઈને મોટું નિવેદન આપતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે

World News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને (Iran Israel War)લઈને મોટું નિવેદન આપતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ સમયસર હસ્તક્ષેપ કરીને ઈરાનથી ઈઝરાયલને બચાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે યુદ્ધ દરમિયાન અમેરિકાને થયેલા આર્થિક અને લશ્કરી નુકસાનની ભરપાઈ (Israel War Compensation)ઈઝરાયલ સહિતના સહયોગી દેશોએ કરવી જોઈએ.

ટ્રમ્પે ઈઝરાયલને યાદ અપાવ્યો અમેરિકાનો ઉપકાર

સીબીએસ ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ ’60 મિનિટ્સ’માં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે (Donald Trump)કહ્યું હતું કે જો અમેરિકા અને તેમણે સમયસર ઈરાન સામે કાર્યવાહી ન કરી હોત, તો આજે ઈઝરાયલનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું હોત. તેમના મતે, અમેરિકાની લશ્કરી કાર્યવાહીએ ઈઝરાયલને મોટા સંકટમાંથી બહાર કાઢ્યું છે.

ટ્રમ્પે પોતાના નિવેદનમાં અમેરિકાની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. સાથે જ તેમણે એવો સંકેત આપ્યો કે અમેરિકાએ અન્ય દેશોની સુરક્ષા માટે જે ખર્ચ કર્યો છે, તેની જવાબદારી હવે સહયોગી દેશોએ પણ સ્વીકારવી પડશે.

યુદ્ધના નુકસાનની ભરપાઈ કરવાની માંગ

ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાને થયેલા આર્થિક અને લશ્કરી નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે અમેરિકાએ જે દેશોને સુરક્ષા પૂરી પાડી છે, તેમણે પણ યુદ્ધના ખર્ચમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આ માંગમાં ઈઝરાયલનો પણ સમાવેશ થાય છે.

આ નિવેદનથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં (US Israel Relations)નવી રાજકીય ચર્ચા શરૂ થઈ શકે છે. અત્યાર સુધી ઈઝરાયલને અમેરિકાનો સૌથી મહત્ત્વપૂર્ણ સહયોગી માનવામાં આવે છે, પરંતુ યુદ્ધના ખર્ચની ભરપાઈ (Israel War Compensation)કરવાની માંગ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો મુદ્દો બની શકે છે.

ઈરાનની પરમાણુ ક્ષમતા પર ટ્રમ્પનો દાવો

ટ્રમ્પે અગાઉ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર કરવામાં આવેલી અમેરિકાની લશ્કરી કાર્યવાહીને પણ યોગ્ય ગણાવી હતી. તેમના મતે, આ હુમલાઓના કારણે ઈરાનની પરમાણુ ક્ષમતાને મોટો ફટકો પડ્યો છે અને ઈઝરાયલ સહિત મધ્ય પૂર્વના દેશોની સુરક્ષામાં વધારો થયો છે.

બીજી તરફ ઈરાન સતત પોતાના પરમાણુ કાર્યક્રમને (Iran Nuclear Program) શાંતિપૂર્ણ હેતુઓ માટેનો ગણાવતું આવ્યું છે. ઈરાનનો દાવો છે કે તેનો પરમાણુ કાર્યક્રમ વિકાસ અને નાગરિક ઉપયોગ માટે છે. જોકે, અમેરિકા અને તેના સહયોગી દેશો ઈરાનની પરમાણુ ગતિવિધિઓને લઈને ચિંતિત રહ્યા છે.

ઈરાન સાથેનું યુદ્ધ પૂરું થવાના ટ્રમ્પે આપ્યા સંકેત

કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથેની બેઠક બાદ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ અંગે પણ મહત્ત્વપૂર્ણ સંકેત આપ્યા હતા. તેમણે દાવો કર્યો કે લશ્કરી દૃષ્ટિએ ઈરાનની સ્થિતિ અત્યંત નબળી પડી છે અને તેનું નેતૃત્વ પણ ગંભીર અસરનો સામનો કરી રહ્યું છે.

ટ્રમ્પના નિવેદન પ્રમાણે, અમેરિકા અને ખાડી દેશો હાલ ક્ષેત્રમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે સહમત છે. જોકે, ઈઝરાયલ પાસેથી યુદ્ધના ખર્ચની ભરપાઈ કરવાની ( (Israel War Compensation))તેમની માંગે હવે નવા સવાલો ઊભા કર્યા છે. શું ઈઝરાયલ અમેરિકાની આ માંગ સ્વીકારશે અને શું તેનાથી બંને દેશોના સંબંધોમાં કોઈ નવો વળાંક આવશે? તેના પર આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો: એક સમયે ગાઢ મિત્રો હતા ઈઝરાયલ અને ઈરાન,તો પછી કેવી રીતે થઈ ગયા શત્રુ? આવી ગઈ યુદ્ધની સ્થિતિ

આ પણ વાંચો: અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર હુમલો,40 વિદ્યાર્થીનીઓનાં મોત બાદ તણાવ ચરમસીમાએ

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બાદ નેતન્યાહૂની ટ્રમ્પ સાથે પ્રથમ મુલાકાત, શું ગાઝા અને ઈરાન પર થશે ચર્ચા?