World News/ ઓમાન કિનારે MT El Gaia જહાજ પર ડ્રોન હુમલો: 13 ભારતીય ખલાસીઓનો બચાવ

ઓમાનના દરિયાકાંઠે (Strait of Hormuz) વાણિજ્યિક જહાજ MT El Gaia પર થયેલા હુમલામાં 13 ભારતીય ખલાસીઓને બચાવી લેવાયા છે, જ્યારે 1 ગુમ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી શાંતિની અપીલ કરી છે.

World
Strait of Hormuz Tension increased

World News : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)અને પશ્ચિમ એશિયાના દરિયાઈ વિસ્તારમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ ‘એમટી એલ ગૈયા’ (MT El Gaia) પર હુમલો થવાની એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરીને નિર્દોષ ખલાસીઓ અને વાણિજ્યિક શિપિંગ પરના હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યા છે.

Strait of Hormuz : 13 ભારતીયો સુરક્ષિત, 1 ગુમ ખલાસી માટે રેસ્ક્યૂ ઓપરેશન

જહાજ પર સવાર ભારતીય ક્રૂ સભ્યોની સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયે મહત્વપૂર્ણ અપડેટ આપી છે.જહાજ પર કુલ 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 13 નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.અકસ્માત બાદ ગુમ થયેલા 1 ભારતીય ખલાસીની શોધખોળ માટે ઓમાનના સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને મોટા પાયે ‘સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન’ ચલાવવામાં આવી રહ્યું છે.આ જ વિસ્તારમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા કેશ્મ ટાપુ પાસે એક ઈરાની માલવાહક જહાજ પર પણ હુમલો થયો હોવાના અહેવાલ છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ભારત સરકારનું સત્તાવાર નિવેદન અને શાંતિની અપીલ

ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ દરિયાઈ વિસ્તારમાં વધી રહેલી અશાંતિ પર ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.ભારતે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો (International Waterways) પર વાણિજ્યિક જહાજો અને નિરપરાધ નાગરિકોને નિશાન બનાવવાની પ્રવૃત્તિઓ ચલાવી લેવાય નહીં.મધ્ય પૂર્વમાં હિંસા તાત્કાલિક અટકાવવા અને કોઈપણ વિવાદનો ઉકેલ યુદ્ધના બદલે સંવાદ તેમજ રાજદ્વારી માર્ગે લાવવા ભારતે ભારપૂર્વક અપીલ કરી છે.વૈશ્વિક વેપાર સુચારુ રૂપે ચાલે તે માટે દરિયાઈ માર્ગો પર વાણિજ્યિક જહાજોનું મુક્ત અને સલામત આવાગમન પુનઃસ્થાપિત કરવું અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો :બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, 23થી વધુ જવાનોના મોતની આશંકા

આ પણ વાંચો :ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ

આ પણ વાંચો :અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી