Not Set/ વાંસદામાં ખેડૂત અધિકાર રેલીનું આયોજન, ખેડૂતોએ કરી અનેક માંગ

વાંસદા, વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા એક ખેડુત અધિકાર રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં પ્રાયોજના અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. જેમાં ખેડુતોના દેવા માફી,ખાતર પરના વેરા નાબુદ કરવામાં આવે,તેમજ ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા,પાક વિમાની ચૂકવણી અને ખેડુતોને વ્યાજબી ભાવે બિયારણ,ઉપરાંત ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યસ્થા,ખેડુતો પરના અત્યાચાર,જમીન માપણી ના […]

Gujarat Others Trending

વાંસદા,

વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા એક ખેડુત અધિકાર રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં પ્રાયોજના અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

જેમાં ખેડુતોના દેવા માફી,ખાતર પરના વેરા નાબુદ કરવામાં આવે,તેમજ ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા,પાક વિમાની ચૂકવણી અને ખેડુતોને વ્યાજબી ભાવે બિયારણ,ઉપરાંત ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યસ્થા,ખેડુતો પરના અત્યાચાર,જમીન માપણી ના નામે ખેડુતોને મોટા અન્યાય જેવા અનેક મુદ્દાઓના સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સાથેજ વાંસદાના ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે જો આ અંગે કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી સમયમાં જલ્દ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.