Not Set/ પાકિસ્તાનનો પૂંછમાં યુદ્ધ વિરામ ભંગ, મેંઢર સેક્ટરમાં મોર્ટારનો મારો

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ રઘવાયા બનેલા પાકિસ્તાનની વધૂ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટર પર રાત્રે 11.30 વાગ્યે પાકિસ્તાન વતી મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો છે. સાથે સાથે એનાના હથિયારો વડે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સામે ભારતીય સેના દ્વારા […]

Top Stories India

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ રઘવાયા બનેલા પાકિસ્તાનની વધૂ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટર પર રાત્રે 11.30 વાગ્યે પાકિસ્તાન વતી મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો છે. સાથે સાથે એનાના હથિયારો વડે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સામે ભારતીય સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી હતી.  છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન દ્વારા અનેક વાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા બુધવારે પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં લગભગ બે કલાક સુધી ભારે ગોળીબાર કર્યો હતો. નાના અને મોટા શસ્ત્રોનો ઉપયોગ કરીને રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા. જો કે, સૈન્ય દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફથી ફાયરિંગ અટકાવવામાં આવી હતી.

એવું કહેવામાં આવે છે કે બુધવારે સવારે આઠ વાગ્યાની આસપાસ સરહદની આજુબાજુથી નૌશેરા સેક્ટરના પુખરાણી, વંડ મોડા, અનવાસ ભંડાર ખાતે નાના હથિયારોથી ભારે ફાયરિંગ શરૂ કરવામાં આવી હતી. આ ગોળીબાર દસ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.

તે જ સમયે, પાકિસ્તાને પૂંછ જિલ્લાના ગુલપુર સેક્ટરના કરમદા અને માંડી તહસીલના સવજિયન સેક્ટરમાં મંગળવારે મોડી સાંજે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. મંગળવારે કાશ્મીર ખીણના ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરવા સરહદ પારથી ફાયરિંગ કરવામાં આવી હતી.

ત્રણ સૈનિકો શહીદ થયા છે

15 ઓગસ્ટથી સીમા પારની સીઝફાયર ઉલ્લંઘનમાં ત્રણ જવાનનાં મોત નીપજ્યાં છે. પૂંછમાં મેંઢરના કૃષ્ણ ખીણ અને કિયરની સેક્ટરમાં, પાકિસ્તાની સેનાએ આગળની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા શેલ ઉપર ફાયરિંગ કર્યું હતું. તેમાં એક યુવાન શહીદ થયો હતો. આ પછી રાજોરીના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં દેહરાદૂનનો રહેવાસી લાન્સ નાઈક સંદીપ થાપા માર્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.