આઈસીસી વિશ્વકપમાં ભારતની સામે હાર મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાન સામે 41 રને જીત મેળવી હતી. આ મેચમાં ટોસ જીતી પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 307 રન બનાવતા ઓલઆઉટ થઇ ગઇ હતી. 308 રનનાં ટાર્ગેટને હાંસિલ કરવા ઉતરેલી પાકિસ્તાનની પૂરી ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન સામે સદી ફટકારનાર ડેવિડ વોર્નર શાનદાર બેટિંગનાં કારણે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની આ ત્રીજી જીત થઇ છે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયા પોઇંન્ટ ટેબલમાં 6 પોઇંન્ટ સાથે બીજા નંબર પર આવી ગઇ છે. આ મેચમાં ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરી હતી. તેણે પાકિસ્તાન વિરુદ્ધ 107 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. ટૂર્નામેન્ટમાં ડેવિડ વોર્નર બીજી વખત મેન ઓફ ધ મેચ બન્યો છે. જે તેના શાનદાર ખેલાડી હોવાની સાબિતી પણ છે. આ પહેલા તેણે અફઘાનિસ્તાન વિરુદ્ધ 89 રનની નોટઆઉટ ઈંનિગ્સ રમી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. જો કે આ વખતે પાકિસ્તાન વિરુદ્ધ મળેલી મેન ઓફ ધ મેચ ટ્રોફીને તેણે તેના એક ફેનને આપી દીધી હતી.
https://twitter.com/cricketworldcup/status/1138872831788376064
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
પાકિસ્તાન સામે તોફાની બેટિંગ કરનાર ડેવિડ વોર્નરને મેન ઓફ ધ મેચની ટ્રોફી મળી હતી, ત્યારબાદ વોર્નર સ્ટેન્ડ્સમાં ઉભા તેના એક નાના ફેન પાસે ગયો અને મેન ઓફ ધ મેચની ટ્રોફી પર પોતાનો ઓટોગ્રાફ આપી તેને ભેટ કરી દીધી હતી. વોર્નર પાસેથી મળેલી ટ્રોફી બાદ તેનો નાનો ફેન ખુશ થઇ ગયો હતો. આ સુંદર વીડિયોને આઈસીસી ક્રિકેટ વિશ્વકપે પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો હતો. જેને દુનિયાભરનાં લોકો પસંદ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
