Accident/ ઉત્તરાખંડમાં સૌરાષ્ટ્રના યુવાનોની કારને નડ્યો અકસ્માત, 1 કરુણ મોત

દેશમાં એક તરફ કોરોના કહેર મચાવી રહ્યો છે. તો બીજી બાજુ સતત માર્ગ અકસ્માતની સંખ્યા વધ રહી છે. દેશમાં સતત થઇ રહેલા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે,

Gujarat Others

દેશમાં એક તરફ કોરોના કહેર મચાવી રહ્યો છે. તો બીજી બાજુ સતત માર્ગ અકસ્માતની સંખ્યા વધ રહી છે. દેશમાં સતત થઇ રહેલા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે આવો જ એક એકસ્માતનો બનાવ ઉત્તરાખંડમાંથી સામે આવ્યો છે. જેમાં ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા સૌરાષ્ટ્રના યુવાનોની કારને અકસ્માત નડ્યો છે.

મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 3 યુવાનોની કારને અકસ્માત નડ્યો છે. આ યુવાનો ઈનોવા કારમાં જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અલકનંદા વેલી નજીક અચાનક બેકાબુ બનેલી કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ સિવાય અન્ય એક યુવક અને કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી છે. અકસ્માતનો ભોગ બનેલા યુવકોની ઓળખ મૃગેશ રાઠોડ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ક્રિપાલ ઝાલા તરીકે થઈ છે. જેમાંથી મૃગેશનું મોત થયું છે, જ્યારે હિતેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ સિવાય અન્ય એક યુવાન ક્રિપાલસિંહ ઝાલા અને કારના ચાલક ધર્મપાલની શોધખોળ કરવામાં આવી રહી છે.