Junagadh News : જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રિંછ દિવાસ કૂદીને ભાગી ગયું હતું. બાદમાં રિછસોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે 10થી વધુ લોકોએ રિંછને ઉચકીને પાંજરે પુરતા સોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું હતું, જેથી સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રીંછ વર્ષોથી ઝૂમાં પાલતું તરીકે રહેતું હતું. સ્થાનિક રહીશોએ રીંછને જોતાં તરત જ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી રીંછને પકડી પાછું ઝૂમાં લઈ ગઈ છે.પૂર્વ કોર્પોરેટર અશોક ચાવડાએ જણાવ્યું હતું કે દોલતપરા વિસ્તારની કસ્તુરબા સોસાયટીમાં રીંછનો પ્રવેશ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ-દીપડાની લટારના બનાવો બન્યા છે.
તેમણે સક્કરબાગ ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દીવાલ અને સુરક્ષા વ્યવસ્થાની માગ કરી છે.સ્થાનિક રહીશ ગગનભાઈ સોલંકીએ કહ્યું, આ વિસ્તાર વન્યપ્રાણીઓના દેખાવાનું સ્થળ તરીકે પરિચિત થતો જાય છે. બે દિવસ પહેલાં જ રીંછ અહીં ઘૂસ્યું હતું. આવું ફરી ન બને એ માટે ઝૂ તંત્ર અને વન વિભાગે સંયુક્ત રીતે કડક પગલાં લેવા જોઈએ.
એસીએફ રાજદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 10મી તારીખની રાત્રે આ ઘટના બની હતી. તેમણે આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે યોગ્ય પગલાં લેવાશે. હાલ વન વિભાગનો સ્ટાફ સિંહ ગણતરીમાં વ્યસ્ત છે. જલદી જ તમામ બાબતોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક રહેવાસીઓ તથા સામાજિક આગેવાનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ ઘટના એ વાતની ચેતવણી આપે છે કે હવે જૂનાગઢ શહેરમાં વન્યપ્રાણીઓના નીકળવાની ઘટના સામાન્ય બની રહી છે. લોકોની સલામતી માટે સક્કરબાગ ઝૂની પરિસીમામાં મજબૂત બાઉન્ડરી, ચુસ્ત મોનિટરિંગ અને ટેક્નિકલ સુરક્ષા વ્યવસ્થાઓ અત્યંત જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી ઘરેણા અપાતા ચકચાર મચી
આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડ્યો પડઘો,વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો
