T20 World Cup/ ચાલુ મેચમાં બે વિરોધી ટીમનાં ખેલાડીઓ વચ્ચે થઇ ધક્કામુક્કી, Video

T20 વર્લ્ડકપમાં રવિવારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ચાલી રહી હતી અને બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન મેદાન પર કેટલીક ફિઝિકલ ઘટના જોવા મળી હતી.

Sports
લાહિરુ કુમારા અને લિટન દાસ

T20 વર્લ્ડકપમાં રવિવારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ચાલી રહી હતી અને બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન મેદાન પર કેટલીક ફિઝિકલ ઘટના જોવા મળી હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશનાં ખેલાડીઓ વચ્ચે મેદાન પર બોલાચાલી અને તુ-તુ મેં-મેં થઇ હતી. શ્રીલંકાનાં બોલર લાહિરુ કુમારા અને લિટન દાસ વચ્ચે આ ઘટના બની હતી.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીતનો અફઘાનિસ્તાનને થયો ફાયદો, પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ ટોપ પર

આ બધું બાંગ્લાદેશની બેટિંગની છઠ્ઠી ઓવરમાં જોવા મળ્યું હતું. છઠ્ઠી ઓવરનો પાંચમો બોલ ફેંક્યા બાદ કુમારાએ લિટન દાસને આઉટ કરીને કંઈક કહ્યું. આ પછી બાંગ્લાદેશનાં ખેલાડીએ પણ જવાબ આપ્યો અને બન્ને સામસામે આવી ગયા. આ દરમિયાન નઈમ પણ સાથે આવ્યો અને કુમારાને હાથથી પકડ્યો અને બોલરે ઝાંટકીને હાથ છોડાવ્યો. લિટન દાસે બોલરને બેટ બતાવ્યું અને મેદાન પર વાતાવરણ ખૂબ જ ગરમ જોવા મળ્યું પરંતુ શ્રીલંકાનાં અન્ય ખેલાડીઓએ આવીને ચાર્જ સંભાળી લીધો. બન્ને અલગ થઈ ગયા અને મેચ ફરી શરૂ થઈ. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. ખેલાડીઓનાં આ વર્તનને ખરાબ ગણાવ્યું હતું અને ઘણી પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી. જવાગલ શ્રીનાથને મેચ માટે મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડે T20 વર્લ્ડકપમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ, અફઘાનિસ્તાને પણ કર્યો આ ખાસ રેકોર્ડ પોતાના નામે

બાંગ્લાદેશનાં ખેલાડીઓની પ્રતિષ્ઠા પહેલાથી એટલી સારી નથી. તે ઘણીવાર મેદાન પર ઝઘડતા જોવા મળ્યા છે. તાજેતરમાં, તેમની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ દરમિયાન, મુશફિકુર રહીમે તેની ટીમનાં એક ફિલ્ડરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. તેના સિવાય કેટલાક ખેલાડીઓનું ખરાબ વર્તન પણ જોવા મળ્યું હતું. T20 વર્લ્ડકપમાં પણ આવી ઘટનાઓ અભદ્ર લાગે છે અને ખેલાડીઓ કદાચ ગુસ્સામાં તેને સમજી શક્યા નથી. શારજાહમાં રમાયેલી આ મેચ માટે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.