Breaking News/ ગુજરાત હાઇકોર્ટનો મોટો વહીવટી નિર્ણય: રાજ્યમાં જજોની વ્યાપક બદલી અને બઢતી, 17 ઓગસ્ટ સુધી ચાર્જ સંભાળવાનો આદેશ

Gujarat High Courtનો મોટો વહીવટી નિર્ણય, રાજ્યભરમાં જજોની બદલી-બઢતી જાહેર; 17 ઓગસ્ટ સુધી નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો આદેશ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat High Courtનો મોટો નિર્ણય, રાજ્યભરમાં જજોની બદલી અને પ્રમોશન જાહેર

Breaking News: ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) રાજ્યની તાબાની અદાલતોમાં કાર્યરત જજોના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા છે. આ નિર્ણય હેઠળ સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જજ કેડરના અનેક અધિકારીઓની બદલી તેમજ પ્રમોશન કરવામાં આવ્યા છે. તમામ સંબંધિત જજોને 17 ઓગસ્ટ સુધીમાં નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Gujarat High Court: 63 સિવિલ જજોની આંતર જિલ્લા બદલી

હાઇકોર્ટ (Gujarat High Court)ના આદેશ અનુસાર રાજ્યભરમાં કુલ 63 સિવિલ જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં એક જ કોર્ટની અંદર આંતરિક બદલી પણ કરવામાં આવી છે. તેમાં અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 જજોની આંતરિક કોર્ટ બદલીનો સમાવેશ થાય છે.

Gujarat High Court:સિનિયર સિવિલ જજ કેડરમાં બદલી અને પ્રમોશન

સિનિયર સિવિલ જજ કેડરમાં 26 જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે, જ્યારે 79 જજોને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉપરાંત એક જ કોર્ટની અંદર પણ અનેક જગ્યાએ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે.

આંતરિક કોર્ટ બદલીમાં અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 8, જુનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડામાં 7, મહેસાણામાં 6, મોરબીમાં 3, નર્મદામાં 2, પાટણમાં 1, પોરબંદરમાં 2, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 5, સુરતમાં 19, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 21 અને વલસાડમાં 2 જજોની આંતરિક કોર્ટ બદલી કરવામાં આવી છે.

Gujarat High Court: ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પણ મોટાપાયે ફેરફાર

ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં 67 જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત 57 જજોને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. આ સિવાય 86 જજોને એડિશનલ સેશન્સ અથવા સેશન્સ ડિવિઝનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

જિલ્લાવાર નિમણૂકમાં અમદાવાદમાં 9, અમરેલીમાં 2, આણંદમાં 4, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટાઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4 અને વડોદરામાં 11 જજોની નિમણૂકનો સમાવેશ થાય છે.

17 ઓગસ્ટ સુધી ચાર્જ સંભાળવાનો રહેશે

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના આદેશ મુજબ બદલી અથવા પ્રમોશન મેળવનાર તમામ જજોએ 17 ઓગસ્ટ સુધીમાં નવી જગ્યાએ કાર્યભાર સંભાળી લેવાનો રહેશે. આ વહીવટી ફેરફારોનો હેતુ ન્યાયતંત્રની કામગીરીને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવાનો હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: PSI વિભાગીય બઢતીને મંજૂરી, 1800થી વધુ પોલીસ કર્મચારીઓને રાહત

આ પણ વાંચો:ગુજરાત જાહેર સેવા આયોગ એકદમ હઠીલું અને ઘમંડીઃ ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના બેન્ક ખાતું ફ્રીઝ નહીં કરી શકાય