Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

I.N.D.I.A ગઠબંધન/ ગઠબંધન ‘I.N.D.I.A’એ બનાવી કોર્ડીનેશન કમિટી, આ નેતાઓને સોંપવામાં મોટી જવાબદારી

શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. I.N.D.I.Aના નેતાઓએ 13 સદસ્યોની કોર્ડીનેશન કમિટી બનાવવાની જાહેરત કરી છે.

September 1, 2023Maya Sindhav
Top Stories India

મુંબઈમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની ચાલી રહેલી બેઠક દરમિયાન શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. I.N.D.I.Aના નેતાઓએ 13 સદસ્યોની કોર્ડીનેશન કમિટી બનાવવાની જાહેરત કરી છે. સાથે ગઠબંધનનો નારો ‘જુડેગા ભારત,જીતેગા I.N.D.I.A.’ રાખવામાં આવ્યો છે.

કોર્ડીનેશનકમિટીમાં કોંગ્રેસમાંથી વેણગોપાલ,NCPમાંથીશરદ પવાર,DMKમાંથી એમકે સ્ટાલિન,શિવસેનામાંથી સંજય રાઉત, RJDમાંથી  તેજસ્વી યાદવ, TMCમાંથી અભિષેક બેનર્જી, AAPમાંથી રાઘવ ચઢ્ઢા,સમાજવાદી પાર્ટીમાંથી જાવેદ અલી ખાન, JDUમાથી લલન સિંહ, JMMમાંથી હેમંત સોરેન, CPIમાંથી ડી રાજા,નેશનલ કોન્ફેન્સમાંથી ઉમર અબ્દુલ્લા અને PDPમાંથી મહેબુબા મુફ્તી પણ શામેલ છે.

સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો

વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aએ પણ લોકસભા ચૂંટણી-2024 સાથે મળીને લડવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું, ” I.N.D.I.A ગઠબંધનમાં સામેલ પક્ષોએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો છે. શક્ય હોય ત્યાં સુધી અમે સાથે મળીને લોકસભાની ચૂંટણી લડીશું.

બેઠકની વહેંચણી પર ટૂંક સમયમાં જ નિર્ણય લઈશું

કોંગ્રેસના નેતા જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, “બેઠકની વહેંચણી પર અલગ-અલગ રાજ્યોમાં ચર્ચા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. દેશના અલગ-અલગ ભાગમાં જનસભા યોજવામાં આવશે. અલગ-અલગ ભાષાઓમાં ‘જુડેગા ભારત,જીતેગા I.N.D.I.A.’ની થીમ સાથે વિપક્ષી ગઠબંધન ચૂંટણી લડશે. મીડિયાને પણ વ્યૂહરચના બનાવવામાં આવશે.

મુંબઈમાં બે દિવસીય બેઠક પૂર્ણ

ગઠબંધન I.N.D.I.Aની આ ત્રીજી બેઠક હતી જે બે દિવસ સુધી ચાલી હતી. અગાઉ, ગઠબંધનની પ્રથમ બેઠક જૂન મહિનામાં બિહારના પટનામાં થઈ હતી. બાદમાં બીજી બેઠક જુલાઈમાં બેંગલુરુમાં યોજાઈ હતી. જેમાં ગઠબંધનને I.N.D.I.A નામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:દેશના આ ભાગોમાં 2 સપ્ટેમ્બરથી ફરી થશે ભારે વરસાદ, જાણો હવામાનની નવીનતમ આગાહી

આ પણ વાંચો:દિલ્હી મેટ્રોમાં ભીડનો ફાયદો ઉઠાવી યુવકે કર્યું હસ્તમૈથુન, લંપટે સગીરા પર પડ્યું સ્પર્મ

આ પણ વાંચો:મોદી સરકાર લેશે મોટું પગલું! સંસદના વિશેષ સત્રમાં લાવી શકે છે ‘એક દેશ-એક ચૂંટણી’ બિલ

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હીમાં G-20 માં હાજરી આપવા અંગે સસ્પેન્સ, ચીને હજી નથી કરી પુષ્ટિ

આ પણ વાંચો:અદાણી ગ્રુપના મામલે રાહુલ ગાંધીએ કહ્યું- પારદર્શિતા જરૂરી છે, JPC તપાસ કેમ નથી થઈ રહી?

Post navigation

લગ્ન વિના જન્મેલા બાળકને માતા-પિતાની સંપતિનો હક: SC
I.N.D.I.A.ની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘ગઠબંધનના તમામ પક્ષોએ સાથે મળીને તેમના મતભેદો દૂર કર્યા’

More Posts

Aarif Mohammad Khan/ સરદાર પટેલ દેશને એક કરી શક્યા તેનો શ્રેય ખરેખર શંકરાચાર્યને જાય છેઃ આરીફ મોહમ્મદ ખાન

November 22, 2022jani

Ahmedabad News/ ખ્યાતિકાંડના કિંગપીન સામે 6000થી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ,130 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા

April 15, 2025Panara Mansi

નિર્ણય/ AIIMSએ લીધો મોટો નિર્ણય, હવે દર્દીઓને પેમેન્ટ કરવા માટે અપાશે કાર્ડ,રોકડ વ્યવહાર થશે બંધ

January 24, 2024garima rao

Not Set/ શું ચીન કંઈક મોટું કરવાની ફિરાકમાં છે..? દેશભરમાંથી બોમ્બર્સ સરહદ પર એકઠા કરી રહ્યું છે

September 9, 2020mansi patel
Supreme Court

National News/ ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ કડક, રૂ.54,000 કરોડની સાયબર લૂંટ પર ગંભીર ચિંતા

February 9, 2026Soni Mit

Canada News/ નવી ઇમિગ્રેશન પોલિસી: કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ, પંજાબી વિદ્યાર્થીઓને બ્રેમ્પટનની શેરીઓમાં દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું છે

October 11, 2024Nikunj Patel

રેલી/ કૃષિ કાયદા પરત લીધા બાદ PM મોદી પંજાબમાં પ્રથમ રેલી કરશે!કેપ્ટન પણ સામેલ થશે

January 2, 2022garima rao

Not Set/ કોગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરમાં કિરણ બેદીને હિટલર દર્શાવી

July 21, 2017May 8, 2018parth amin

Not Set/ ભાજપના વધુ એક નેતા થયા કોરોનાગ્રસ્ત, ભાવનગરના સાંસદને થયો કોરોના

May 3, 2021May 3, 2021padma prajay

Delhi News/ ડોક્ટરોની બેદરકારીને કારણે નવજાત શિશુનો પગ કાપવો પડ્યો, કોર્ટે પીડિતાની માતાને 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો

October 17, 2024Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy