Not Set/ વતન પરત ફર્યા પીએમ મોદી, અરુણ જેટલીનાં ઘરે જઇને પરિવારની કરશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનાં બિરિટઝ શહેરમાં જી-7 દેશોની સમિટમાં ભાગ લીધા બાદ ભારત પરત ફર્યા છે. ઇમરાન ખાનનાં પરમાણુ યુદ્ધની ધમકી વચ્ચે પીએમ મોદી પાકિસ્તાની હવાઈ મથકથી ઘરે પરત ફર્યા હતા. દેશ પરત ફર્યા બાદ પીએમ મોદી સવારે 10 વાગ્યે પૂર્વ નાણાં મંત્રી દિવંગત અરુણ જેટલીનાં ઘરે જઇને પરિવારની મુલાકાત કરશે અને તેમના પરિવારનાં […]

Top Stories India
pm modi return વતન પરત ફર્યા પીએમ મોદી, અરુણ જેટલીનાં ઘરે જઇને પરિવારની કરશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનાં બિરિટઝ શહેરમાં જી-7 દેશોની સમિટમાં ભાગ લીધા બાદ ભારત પરત ફર્યા છે. ઇમરાન ખાનનાં પરમાણુ યુદ્ધની ધમકી વચ્ચે પીએમ મોદી પાકિસ્તાની હવાઈ મથકથી ઘરે પરત ફર્યા હતા. દેશ પરત ફર્યા બાદ પીએમ મોદી સવારે 10 વાગ્યે પૂર્વ નાણાં મંત્રી દિવંગત અરુણ જેટલીનાં ઘરે જઇને પરિવારની મુલાકાત કરશે અને તેમના પરિવારનાં સભ્યોને સાન્તવના આપશે.

ભાજપનાં દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ 24 ઓગષ્ટનાં રોજ એઈમ્સમાં નિધન થયું હતુ. તે 66 વર્ષના હતા. પીએમ મોદી તે દિવસ દરમિયાન સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ની મુલાકાતે હતા. તેમણે જેટલીનાં પરિવારનાં સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ જેટલીની પત્ની સંગીતા જેટલી અને પુત્ર રોહન જેટલી સાથે વાત કરી હતી. ત્યારબાદ તેમણે વડા પ્રધાનને વિદેશ પ્રવાસ રદ ન કરવા જણાવ્યું હતુ.

પીએમ મોદી યુએઈથી બહરીન ગયા હતા, જ્યા દિવંગત જેટલીને યાદ કરતાં તેમણે કહ્યું, “જે સપના સજાવવા અને સપનાને પૂરા કરવા એવો લાંબો સફર જે દોસ્તની સાથે પૂરો કર્યો, તેવા મારા દોસ્ત અરુણ જેટલીએ પોતાનો દેહ છોડી દીધો છે.” બહરીનમાં ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કરતી વખતે, તેમના ભાષણમાં જેટલીને છેલ્લી વિદાયમાં હાજર ન હોવા અંગે પણ તેમની ઉદાસીનતા દર્શાવી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ તેમની ફરજથી બંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.