Film/ ધ સાબરમતી રિપોર્ટઃ વિક્રાંત મેસીની ‘સાબરમતી રિપોર્ટ’નું હ્રદયસ્પર્શી ટીઝર રિલીઝ

12વી ફેલની સફળતા પછી વિક્રાંત મૈસી તેમની ફિલ્મ સાબરમતી રિપોર્ટને લઇને ચર્ચામાં છે. હાલમાં તેમણે ફિલ્મની શૂટિંગ પૂરી થવાની જાહેરાત કરી છે, અને ગુરુવારે ફિલ્મનુ ટીઝર પણ જાહેર કરી દીધુ છે.

film industry Trending Entertainment
thumbnail ધ સાબરમતી રિપોર્ટઃ વિક્રાંત મેસીની 'સાબરમતી રિપોર્ટ'નું હ્રદયસ્પર્શી ટીઝર રિલીઝ

12વી ફેલની સફળતા પછી વિક્રાંત મૈસી તેમની ફિલ્મ સાબરમતી રિપોર્ટને લઇને ચર્ચામાં છે. હાલમાં તેમણે ફિલ્મની શૂટિંગ પૂરી થવાની જાહેરાત કરી છે, અને ગુરુવારે ફિલ્મનુ ટીઝર પણ જાહેર કરી દીધુ છે. ફિલ્મની જાહેરાત પછી લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મના ટીઝરને લઇને લોકો સારો પ્રતીભાવ પણ આપી રહ્યાં છે. તો ટીઝરની સાથે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તનો પ્લાન પણ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મ 3 મે ના દિવસે સિનેમા ધરોમાં જોવા મળશે. સાચી ઘટના પર આધારીત આ ફિલ્મમાં વિક્રાંત મેસીની સીવાઇ રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા નજરે પડશે.

અભિનેતા વિક્રાંત મેસીએ તેમના ઇન્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. આ દરમિયાન તેમણે કેપ્સનમાં લખ્યુ કે આ એક એવી ઘટના છે જે દેશને હલાવી નાખ્યો અને ભારતીય ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો છે. આ દરમિયાન વિક્રાંતએ ફિલ્મની રિલીઝ તારીખ પણ આપી દીધી છે.
<

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

p style=”text-align: justify;”>ફિલ્મની સ્ટોરી 2002 માં ગોધરા કાંડની ઘટના પર આધારીત છે. ફિલ્મના નિર્માણ એકતા કપૂરની બાલાજી પિક્ચરએ કર્યુ છે. આ ફિલ્મના અમૂલ વી મોહન અને અંશુલ મોહનની વિકિર ફિલ્મ ફિલ્મમાં સહ નિર્માતા છે.

સાબરમતી રિપોર્ટની સિવાય વિક્રાંત જલ્દી ‘હસિન દિલરૂબા’ ના બીજા ભાગમાં જોવા મળશે. જેનુ નામ ‘ફિર આયી હસિન દિલરૂબા’ છે. વિક્રાંતની આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની આશા છે.
તે જાણીતું છે કે આ પહેલા વિક્રાંતે તેની ફિલ્મ ’12વી ફેલ’ માટે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. વિક્રાંતને ફિલ્મમાં તેની ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તે જ સમયે, આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે બધાની નજર વિક્રાંતની આ આવનારી ફિલ્મ પર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…