Not Set/ નિરાધારો,પીડિતો અને તરછોડાયેલા માટે છેલ્લો આશરો એટલે જોષીબાપાનો શ્રી હરિ ૐ વૃદ્ધાશ્રમ

નિરાધારો,પીડિતો અને તરછોડાયેલા માટે છેલ્લો આશરો એટલે જોષીબાપાનો શ્રી હરિ ૐ વૃદ્ધાશ્રમ

Gujarat Others Trending
kejrivaal 12 નિરાધારો,પીડિતો અને તરછોડાયેલા માટે છેલ્લો આશરો એટલે જોષીબાપાનો શ્રી હરિ ૐ વૃદ્ધાશ્રમ

“વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા -પિતાનું ઘર ” આ તો સૌ કોઈએ સાંભળ્યું હશે અને હાલનાં સમયમાં તો ઘણાં લોકો પોતાનાં માતા પિતા ને આશ્રમમાં મૂકી આવે છે. “જ્યારે દીકરા બને છે. દાનવ ત્યારે વૃદ્ધ માતા-પિતાનો સહારો બને છે. વૃદ્ધાશ્રમ”  ત્યારે આ વાત ને સાર્થક કરી પોતાને શ્રવણ સાબિત કરી રહ્યા છે.

  • નિરાધારો, પીડિત લોકો માટે વરદાન
  • જોષીબાપાનો આશરો એટલે શ્રી હરિ ઓમ વૃદ્ધાશ્રમ
  • વર્ષોથી નિરાધારોની થાય છે અવિરત સેવા
  • તરછાડાયેલાઓનો તારણહાર છે આશ્રમ

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર આવેલું છે જોષીબાપાનો શ્રી હરિ ઓમ આશ્રમ.  40 વર્ષ પહેલા બીલખા તાલુકા ના રામેશ્વર ગામમાં થી જેતપુર આવેલા અને  સામાન્ય પરિવારના એક વ્યક્તિને લોકોની સેવા કરવાનું મન થયું.  ઇચ્છા મનમાં આવી અને તેનો અમલ થોડા જ સમયમાં થઇ ગયો.

  • દોઢ કરોડ રૂપિયાનું માતબર દાન મળ્યું આશ્રમને
  • જેતપુરના ઉદ્યોગપતિએ આપ્યું દોઢ કરોડનું દાન

જોષીબાપા એક સમય હતા જ્યારે લીંબુ મરચાની નાની દુકાન હતી અને આજે 6 વર્ષથી નિરાધારો માટે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે.  આ વૃદ્ધાશ્રમની છતમાં પતરા એક સમયે લાગેલા હતા અને હવે  દાતાઓની મદદથી પાકું મકાન થઈ ગયું છે. જેતપુરના ડિપ્ટેક્સ પ્રિન્ટ્સના પોપટલાલ વૈષ્ણવે દોઢ કરોડનું દાન આપતા આશ્રમ હવે પાક્કા મકાન હેઠળ ચાલી રહ્યો છે. આમ હવે જોષીબાપાનો આશ્રમ નિરાધારોનો આધાર બની ગયો છે

  • વૃદ્ધો અને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે થાય છે સેવા
  • વૃદ્ધાઆશ્રમમાં શિક્ષિત અને લેખક સમાન વૃદ્ધો સામેલ

આ વૃદ્ધાશ્રમમાં મહિલાઓ પુરુષો અને દિવ્યાંગો પોતાની આવડત મુજબનું કામ સોંપવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં ઘણા શિક્ષિત લોકોની સાથે લેખક અને કવિ રહી ચૂકેલા વૃદ્ધો પણ પોતાની જિંદગી આખરી સમય અહીંયા વિતાવી રહ્યા છે તેમના કહેવા મુજબ જોષીબાપા તેમના શ્રવણ સાબિત થઈ રહ્યા છે.