Not Set/ અમેરિકાના સંરક્ષણ મંત્રીના ભારત પ્રવાસથી ડ્રેગન અકળાયું, કહ્યું-નાના સમૂહોથી દુનિયાની વ્યવસ્થા બર્બાદ થઇ જશે

જ્યારથી ક્વૉડ દેશોની બેઠક થઇ છે ત્યારથી ચીનની બેચેની વધી ગઇ છે. ચીનની અકળામણ તેના નિવેદનોમાંથી સ્પષ્ટ દેખાઇ આવે છે. ક્વાડની બેઠક પછી ડ્રેગનની પ્રતિક્રિયા આવી છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન ભારત પ્રવાસે આવવાના છે ત્યારે ચીને કહ્યું છે કે નાના નાના સમૂહો બનાવીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને બરબાર કરવાનો ખેલ ચાલી રહ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

India World
c7ad798bb870bfb033b40f9c533080a4 અમેરિકાના સંરક્ષણ મંત્રીના ભારત પ્રવાસથી ડ્રેગન અકળાયું, કહ્યું-નાના સમૂહોથી દુનિયાની વ્યવસ્થા બર્બાદ થઇ જશે

જ્યારથી ક્વૉડ દેશોની બેઠક થઇ છે ત્યારથી ચીનની બેચેની વધી ગઇ છે. ચીનની અકળામણ તેના નિવેદનોમાંથી સ્પષ્ટ દેખાઇ આવે છે. ક્વાડની બેઠક પછી ડ્રેગનની પ્રતિક્રિયા આવી છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન ભારત પ્રવાસે આવવાના છે ત્યારે ચીને કહ્યું છે કે નાના નાના સમૂહો બનાવીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને બરબાર કરવાનો ખેલ ચાલી રહ્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને રોઇટર્સ ન્યૂઝ એજન્સીને સવાલ કર્યો કે ક્વાડ દેશોએ 12 માર્ચે પોતાનું પહેલી સમિટ કરી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલિવિને એક નિવેદનમાં કહ્યું કે ચારે દેશોના નેતાઓએ ચીનના ખતરા પર ચર્ચા કરી અને તેમને ભરોસો છે કે લોકતંત્ર ચીનની તાનાશાહીની જડને સમાપ્ત કરવામાં સફળ રહેશે. જે અંગે તમારે શું કહેવું છે?

ચીની પ્રવક્તાએ જવાબમાં કહ્યું કે થોડાક સમયથી કેટલાક દેશો ચીનને કથિત જોખમની રીતે વધારીને રજૂ કરી રહ્યા છે જેથી ક્ષેત્રમાં વિવાદના બીજ રોપાય. જો કે, તેમની આ ગતિવિધીઓ શાંતિ, વિકાસ, સહયોગ અને આ દેશોના લોકોની આકાંક્ષાઓથી વિપરિત છે અને પોતાના ઇરાદામાં સફળ નહીં થાય.