Not Set/ બીગ બોસમાં જીતેલી રકમ અહીં વાપરશે દીપિકા

મુંબઇ, ‘સસુરાલ સીમરન કા’ ફેમ ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર બિગ બોસ 12ની વિજેતા બન્યા સૌ મીડિયા વાળા તેને પૂછી રહ્યા છે કે મેડમ તમે જીતેલી ઈનામની રકમનું શુ કરશો. દીપિકાએ બિગ બોસમાં જીતેલા રૂપિયાથી શું કરશે તે પ્લાન વિશે ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન દીપિકાએ કહ્યું, હું આ પૈસાનું રોકાણ અમ્મી, મારી સાસું […]

Trending Entertainment
bap બીગ બોસમાં જીતેલી રકમ અહીં વાપરશે દીપિકા

મુંબઇ,

‘સસુરાલ સીમરન કા’ ફેમ ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર બિગ બોસ 12ની વિજેતા બન્યા સૌ મીડિયા વાળા તેને પૂછી રહ્યા છે કે મેડમ તમે જીતેલી ઈનામની રકમનું શુ કરશો.

દીપિકાએ બિગ બોસમાં જીતેલા રૂપિયાથી શું કરશે તે પ્લાન વિશે ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન દીપિકાએ કહ્યું, હું આ પૈસાનું રોકાણ અમ્મી, મારી સાસું માટે ઘર ખરીદીને કરવા ઈચ્છું છું, હવે મારા માટે ઘર શોધવાનું કામ શરૂ થશે.મારી દિલથી ઈચ્છા છે કે મારી સાસુને એક ઘર અપાવુ. દીપિકાના લગ્ન ગત ફેબ્રુઆરીમાં જ શોએબ ઇબ્રાહિમ સાથે થયા છે.

Image result for dipika kakar

દીપિકા બિગ બોસ 12ની ટ્રોફી સાથે 30 લાખ રૂપિયા કેશ પ્રાઈઝ જીતી હતી. દીપિકાના પ્રથમ લગ્ન પાઇલોટ રોનક સેમસન સાથે થયા હતા.દીપિકા એકટ્રેસ બનતા પહેલા 3 વર્ષ એર હોસ્ટેસ રહી ચુકી હતી અને એક ફ્લાઇટમાં તેનો રોનક સાથે સંપર્ક થયો હતો.જો કે દીપિકા અને રોનકનું લગ્નજીવન લાબું નહોતું ચાલ્યું અને તેઓ છુટા પડ્યા હતા.

શોએબ સાથે દીપિકાની પહેલી મુલાકાત સસુરાલ સીમરન કા… ના સેટ પર થઇ હતી.શોએબ પણ આ સિરિયલ માટે કામ કરતો હતો.6 વર્ષના રીલેશન બાદ દીપિકાએ શોએબ સાથે લગ્ન કર્યા હતા.દીપિકાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે અને ફૈઝા નામ રાખ્યું છે.

દીપિકા તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે.ખાસ કરીને સાસુને. શો દરમિયાન દીપિકા ઘણીવાર પોતાના પરિવારને યાદ કરીને ઈમોશનલ થતી દેખાઈ હતી. વાતચીત દરમિયાન દીપિકાએ જણાવ્યું કે, તેણે બિગ બોસ 12 જીતશે તો અજમેર શરીફ જવાનું નક્કી કર્યું હતું, આથી ત્યાં જવાનું પણ પ્લાનિંગ કરી રહી છે.

બિગ બોસ 12ના ઘરમાં પણ દીપિકાનું શ્રીસંત, ઉર્વસી વાની, નેહા પેન્ડસે, મેઘા ધાડે અને જસલીન મથારુ સાથે બોન્ડીંગ જોવા મળ્યું હતું. તેનું શ્રીસંત સાથેનું ખાસ બોન્ડીંગ ફેન્સને પણ ખૂબ પસંદ આવ્યું હતું. બિગ બોસ 12ના ફાઈનલ દરમિયાન દીપિકા અને શ્રીસંત બંને ફાઈનલિસ્ટ બન્યા હતા. શોમાં દીપિકા વિજેતા બની જ્યારે શ્રીસંત ફર્સ્ટ રનર અપ રહ્યો હતો.