ધરપકડ/ દિલ્હી પોલીસે સરાય રોહિલા વિસ્તારમાં થયેલો હત્યાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

દિલ્હી પોલીસે સરાય રોહિલા વિસ્તારના સરાય બસ્તીમાં એક ફ્લેટમાંથી મળી આવેલા યુવકના મૃતદેહનું રહસ્ય ઉકેલતા 3 લોકોની ધરપકડ કરી છે

Top Stories India
15 4 દિલ્હી પોલીસે સરાય રોહિલા વિસ્તારમાં થયેલો હત્યાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

દિલ્હી પોલીસે સરાય રોહિલા વિસ્તારના સરાય બસ્તીમાં એક ફ્લેટમાંથી મળી આવેલા યુવકના મૃતદેહનું રહસ્ય ઉકેલતા 3 લોકોની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ જયપાલ તરીકે થઈ હતી. જે કારખાનામાં લોડીંગનું કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જયપાલને તેની પ્રેમિકા ચંદ્રાવતી ઉર્ફે રાધા દેવીએ તેના પુત્ર ધીરજ અને તેના મિત્ર સતીશ સાથે મળીને માર માર્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે મૃતક જયપાલે રવિવારે ચંદ્રાવતીને ફ્લેટમાં બોલાવી હતી. જ્યાં બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મૃતક જયપાલે ચંદ્રાવતીની મારપીટ કરી અને તેનો વીડિયો બનાવ્યો. જેના કારણે ચંદ્રાવતી જયપાલથી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને પછી તેણે જયપાલની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

કેવી રીતે થયો ગુનો?

પોલીસના જણાવ્યા અનુસાર ઝઘડા પછી ચંદ્રાવતી ઓટો પકડીને તેના ઘરે પહોંચી અને ત્યાં તેની સાથે બનેલી ઘટના વિશે તેના પુત્ર ધીરજને જાણ કરી. જે પછી ચંદ્રાવતી, ધીરજ અને તેના મિત્ર સતીશ સાથે ફરી એકવાર ફ્લેટ પર પહોંચી. ફ્લેટને તાળું હતું. ચંદ્રાવતીએ જયપાલને ફ્લેટમાં બોલાવ્યો અને ત્રણેય જયપાલને ફ્લેટની અંદર જોરથી માર મારીને ભાગી ગયા.

પોલીસે કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે ત્રણેય આરોપી ફ્લેટની બહાર જયપાલની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ પાડોશીઓએ શંકાના આધારે તેમના મોબાઈલમાં તેમનો ફોટો લીધો હતો. હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પડોશીઓએ શંકાસ્પદની તસવીર પોલીસને આપી હતી. તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે મૃતક જયપાલના ચંદ્રાવતી નામની મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. પોલીસે ચંદ્રાવતીને કસ્ટડીમાં લઈ તસવીર મેચ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જે બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા.