Not Set/ નારદ જયંતી નિમિત્તે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગાયા RSSના ગુણગાન

અમદાવાદ, અમદાવાદમાં રવિવારે આયોજિત કરવામાં આવેલા વિશ્વ સંવાદ કેન્દ્રમાં નારદ જયંતી ની ઉજવણી કરવામાં આવી છે. નારદ જયંતીની ઉજવણી નિમિત્તે રાજ્યમાં પત્રકારત્વના ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી ધરાવતા પાત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુણગાન ગાયા હતા. RSS ના ગુણગાન ગાતા તેઓએ જણાવ્યું, ભારતીય […]

Gujarat
FB IMG 1525006134356 નારદ જયંતી નિમિત્તે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગાયા RSSના ગુણગાન

અમદાવાદ,

અમદાવાદમાં રવિવારે આયોજિત કરવામાં આવેલા વિશ્વ સંવાદ કેન્દ્રમાં નારદ જયંતી ની ઉજવણી કરવામાં આવી છે. નારદ જયંતીની ઉજવણી નિમિત્તે રાજ્યમાં પત્રકારત્વના ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી ધરાવતા પાત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પરંતુ આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુણગાન ગાયા હતા.

RSS ના ગુણગાન ગાતા તેઓએ જણાવ્યું, ભારતીય સમાજની સાચી હકીકત બતાવવાની વાત સંઘ(RSS) દ્વારા કરવામાં આવે ત્યારે તેઓને ગાળો દેવામાં આવે છે.

દેશમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે કોઈ ઘટના બને તો તેની પાછળ સંઘ અને કોઈ બનાવ ના બને તો પણ તેની પાછળ સંઘને જવાબદાર ગણવામાં આવતો હતો.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, રાષ્ટ્રીય સ્વંય સેવક (સંઘ)ની સ્થાપના થયા બાદ આજ દિન સુધી અનેક ચર્ચાઓ ચાલી છે અને થાય છે. પરંતુ સંઘ દ્વારા કોઈ તથ્ય સાથેની સાચી માહિતી બહાર લાવવામાં આવે છે ત્યારે RSS ને કોમવાદી કે ફાસીસ્ટ ગણવામા આવે છે. આમ છતાં સંઘ દ્વારા વિચલીત થયા વગર કામ ચાલુ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સતયુગથી લઇ આજ દિન સુધી નારદ મુનિને જ પ્રથમ સંદેશા વાહક ગણવામાં આવે છે અને તેઓ એ સમયમાં પણ સમાચારોના આદાન પ્રદાન માટે જાણીતા હતા, ત્યારે આ નારદ જયંતી નિમિત્તે રાજ્યના પત્રકારોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.