Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જો તમે આ કામમાં આવ્યા અવ્વલ, તો મોદી સરકાર તમને આપશે ૫૦ હજાર રૂપિયા સુધીના પુરસ્કાર

દિલ્લી, વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે. આ સ્કીમ છે વડાપ્રધાન […]

April 29, 2018April 30, 2018Harshid Patel
India

દિલ્લી,

વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે.

આ સ્કીમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી ભારત નેટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજ્નોમાંની ડિજિટલ ઈન્ડિયાનો જ એક ભાગ છે.

આ ભારત નેટ પ્રોજેક્ટ ભાગ લેવા માટે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરત નથી, કારણ કે આ કામને તમે પોતાના ઘરે બેસીને પણ કરી શકો છો. જેમાં તમે ૫૦ હજાર રૂપિયા સુધી જીતી શકો છો.

ભારત નેટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગામડાઓમાં ઈન્ટરનેટ પહોચાડવા માટે એક ભારત નેટ નામના એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશની કુલ ૨.૫ લાખ ગ્રામ પંચાયતોને  ઓપ્ટીકલ ફાઈબર દ્વારા જોડવામાં આવશે.

તમે પણ આ પ્રોજેક્ટ માટે કામ કરી શકો છો.

આ પ્રોજેક્ટમાં દેશનો કોઈ પણ નાગરિક કે જે ડીઝાઇનિંગમાં મહારથ ધરાવતા હોય તો, આ પ્રોજેક્ટ તમારા માટે ખૂબ અગત્યનો છે.

હકીકતમાં મોદી સરકાર ભારત નેટ પ્રોજેક્ટ માટે લોગો તૈયાર કરાવવા માંગે છે અને આ કામને કરાવવા માટે તેઓ દેશના સામાન્ય નાગરિકને ભાગીદાર બનાવી પૂરું કરવા માંગે છે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા લોકો દ્વારા બનાવવામાં આવેલા લોગોને ઓનલાઈન સબમિટ કરાવવો પડશે. પરંતુ આ પહેલા તમારે લોગોને તૈયાર કરવા માટેના નિયમો અને શર્તો જાણવી જરૂરી છે.

આ માટે શું મળશે ?

ભારત નેટ પ્રોજેક્ટ માટે તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલો લોગો બેસ્ટ સાબિત થશે ત્યારે ૫૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૫ સતોષકારક એન્ટ્રીઓને પણ ૧૦-૧૦ હાજર રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે શું કરવું પડશે :

ભારત નેટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે ૧૫ મે પહેલા પોતાની એન્ટ્રી કરાવવી પડશે. આ ઉપરાંત લોગોની ડીઝાઇન તૈયાર કરતા પહેલા https://www.mygov.in/task/bharatnet-logo-design-contest નામની લિંક પર ક્લિક કરીને આ માટે જરૂરી નિયમ પણ તમે જાણી શકો છો.

Post navigation

પત્નીને વોટ્સએપ પર આપ્યો તલાક, જજને વીડિઓ દેખાડવા પર કરી હિંસા
નારદ જયંતી નિમિત્તે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગાયા RSSના ગુણગાન

More Posts

Not Set/ લોકસભામાં ત્રીજો મોર્ચો કે મહાગઠબંધન વ્યવહારિક નથી: શરદ પવાર

June 30, 2018June 30, 2018Jay Mehta

Not Set/ હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનાં ચાર આરોપીને પોલીસે ઠાર માર્યા

December 6, 2019December 6, 2019Bhavesh Vyas

New Delhi/ ‘મંદી, ગરીબી અને નાદારી, તમે ચલાવો છો તે અર્થતંત્રનો સાર છે’: ખડગેએ PMને કહ્યું

March 5, 2025Yogesh Vaghela

National News/ ભારતે અફઘાનિસ્તાન પર મોટો નિર્ણય લીધો, કાબુલમાં દૂતાવાસ ખોલવાની કરી જાહેરાત 

October 10, 2025October 10, 2025Panara Mansi

Not Set/ પોલીસ કોન્સ્ટેબલ રહી ચૂકેલા રાકેશ ટીકૈત 44 વખત જેલ પણ ગયા છે, આવા છે આ ખેડુતોના મસીહા

January 29, 2021January 29, 2021padma prajay

National News/ બોગોટા, અમેરિકાથી બહેરીન સુધી… ભારતની 7 સંસદીય ટીમોના વૈશ્વિક મિશનનો શું ફાયદો થયો? 10 મુદ્દાઓમાં સમજો

June 2, 2025Panara Mansi
punjab

punjab election/ ચૂંટણી પરિણામો પહેલા કેપ્ટન અમરિન્દર અમિત શાહને મળ્યા, પંજાબ વિશે આપ્યું આ નિવેદન

March 7, 2022Nita vagh

Monsoon 2024 Update/ આ વર્ષે ભારે વરસાદ પડશે, લા નીના અસરને કારણે જાણો કેવું રહેશે ચોમાસું

April 15, 2024Maya Sindhav

Not Set/ કીમ જોંગ-ઉન સાથે મુલાકાતમાં થઇ શકે છે મોડું: ડોનાલ્ડ ટ્રમ્પ

May 23, 2018May 23, 2018arjun patel

Not Set/ મુંબઈ: ભારે વરસાદના કારણે લોકલ ઠપ, કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

July 9, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy