copy case/ જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ

ધો. 10 ની પરીક્ષા દરમિયાન સિક્કામાં ગઈકાલે ગેરરીતિનો એક કેસ નોંધાયો હતો, ઉપરાંત ગણિત પેપર પણ અઘરૃ નીકળતા વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી હતી.

Gujarat Others
પરીક્ષા
  • જામનગર જિલ્લામાં પ્રથમ કોપી કેસ
  • લાલપુર ખાતે નોંધાયો કેસ
  • ધો.10 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ
  • ગણિતના પેપરમાં ગેરરીતિનો કેસ નોંધાયો
  • લાલપુરના માધવ વિદ્યાલય કેન્દ્રમાં કોપી કેસ
  • વિદ્યાર્થી પાસેથી સાહિત્ય કબ્જે કરાયો
  • સમગ્ર મામલે સ્થાનિક શિક્ષણ વિભાગે ગાંધીનગર જાણ કરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે સોમવારથી શરૂ થઈ ગઈ છે. ધો. 10 ની પરીક્ષા દરમિયાન સિક્કામાં ગેરરીતિનો એક કેસ નોંધાયો હતો, ઉપરાંત ગણિત પેપર પણ અઘરૃ નીકળતા વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10, 12 ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.

ગઈકાલે બોર્ડની વિજીલિયન્સ ચેકીંગ ટીમ દ્વારા જામનગર તાલુકાના સિક્કા ગામના ગુજરાત વિદ્યુત બોર્ડ શાળામાં ચેકીંગ દરમિયાન એક વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાઈ ગયો હતો, આથી તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ પરીક્ષાઓ દરમિયાન જામનગર જિલ્લામાં પ્રથમ કોપી કેસ નોંધાયો હતો.

આ ઉપરાંત ધો. 10 માં ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું, પરંતુ પેપર ખૂબ જ અઘરૃ અને લાંબુ હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાઈ ગયા હતાં.શિક્ષકોના મત મુજબ પાઠ્ય પુસ્તક આધારીત જ પેપર સેટ કરવામાં આવ્યું હતું, પરંતુ આડક્તરી રીતે દાખલાઓ સેટ કરવામાં આવ્યા હોવાથી લગભગ તમામ વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડી હતી.

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જેમણે એક વર્ષના અંતરાલ પછી પેન-પેપર ફોર્મેટમાં પરીક્ષા આપી હતી. તેઓને પ્રશ્નપત્રો પ્રમાણમાં સરળ અને આપેલ સમયમાં પૂર્ણ કરવા મુશ્કેલ ન હોવાથી મોટાભાગે રાહત અનુભવી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરીક્ષાની મોસમની શરૂઆત સારી હતી. અમને લાંબા કાગળનો ડર હતો. છેલ્લાં બે વર્ષમાં લેખન પ્રેક્ટિસ વિના લાંબુ પેપર અઘરું બની જતું. જો કે, પેપર સરળ હોવાથી તે પરીક્ષાની શાનદાર શરૂઆત હતી.

આ પણ વાંચો :સથરા ગામ બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ

આ પણ વાંચો :વડોદરાથી મુંબઈની ફ્લાઈટમાં સાત વર્ષની અનન્યાએ કરી એકલી મુસાફરી, જુઓ વીડિયો 

આ પણ વાંચો :મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો : આનંદો..! રાજ્યના 9 જિલ્લામાં બનશે નવા સ્પોર્ટ્સ સંકુલ : હર્ષ સંઘવીની જાહેરાત