Gujarat/ જાણો ક્યા યોજાયુ સંત સંમેલન?

દુધરેજ વડવાળા ધામ ખાતે સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર દુધરેજ ધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું…

Gujarat Others
નલિયા 24 જાણો ક્યા યોજાયુ સંત સંમેલન?

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

દુધરેજ વડવાળા ધામ ખાતે સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર દુધરેજ ધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નીધી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

નલિયા 25 જાણો ક્યા યોજાયુ સંત સંમેલન?

આ પ્રસંગે નિર્મોહી પીઠાધીશ્વર દૂધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામદાસજી બાપુ, કોઠારી મહંત મુકુંદરામદાસજી બાપુ સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં રામ મંદિર અયોધ્યામાં નિર્માણ પામી રહ્યું છે, આ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને નિર્વિધ્ને મંદિર નિર્માણ કાર્ય સંપન્ન થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સંતો મહંતોનું સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર કાજે દેશના ચાર લાખ ગામોમાં 11 કરોડ પરિવારોમાં ઘેર ઘેર જઈને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નીધી સમર્પણ મહા અભિયાન હાથ ધરાનાર છે.આ સંમેલન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નીધી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો