રશિયા યુક્રેન પર ખુલ્લીને હુમલો કરવામાં અસમર્થ છે, બ્રિટિશ ગુપ્તચરોનો મોટો ખુલાસો કર્યો છે, એક મહિનાથી ચાલી રહેલા યુદ્વમાં રશિયાને સફળતા મળી નથી, આ યુદ્વમાં યુક્રેન જોરદાર લડત રશિયાને આપી રહ્યું છે, વિશ્વના અનેક દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધો છે. આવા સમયે રશિયા જિદ્દી વલણ સાથે આગળ વધી રહ્યું છે. યુદ્ધનો અંત લાવવાનો રશિયાનો ઈરાદો દેખાતો નથી. કારણ કે એક મહિના સુધી યુક્રેન પર સતત હુમલા કર્યા પછી પણ તે અટક્યું નથી. ગયા દિવસે પુતિને ઉત્તર એટલાન્ટિકમાં પરમાણુ સબમરીન લોન્ચ કરી હતી. આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પુતિનની આકરી નિંદા કરી છે.
યુક્રેને દાવો કર્યો છે કે તેઓએ રશિયાને મોટા હુમલા કરતા રોક્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે યુક્રેને 8 રશિયન ટેન્ક, 8 સશસ્ત્ર વાહનો, 3 કાર અને એક મોર્ટારનો નાશ કર્યો.રશિયા પર હુમલા બાદ બ્રિટને ઘણા નિયંત્રણો લાદ્યા હતા. પરંતુ હવે બ્રિટનને કહેવામાં આવ્યું છે કે તે આ પ્રતિબંધોને ખતમ કરી શકે છે. પરંતુ રશિયાએ કેટલીક શરતો સ્વીકારવી પડશે. બ્રિટનના વિદેશ સચિવ લિઝટ્રસે કહ્યું કે જો રશિયા યુક્રેનમાંથી ખસી જાય તો તેઓ પ્રતિબંધો ખતમ કરી શકે છે.
