Rahul Gandhi/ બંદા યે બિન્દાસ હૈ, રાહુલ ગાંધીનો બદલાયેલો નવો લૂક

ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાની દાઢીના કારણે લાઈમલાઈટમાં રહ્યા હતા. જો કે હવે રાહુલ ગાંધીએ પોતાનો આખો લુક બદલી નાખ્યો છે.

Top Stories India
Rahul Gandhi બંદા યે બિન્દાસ હૈ, રાહુલ ગાંધીનો બદલાયેલો નવો લૂક

નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાની દાઢીના કારણે લાઈમલાઈટમાં રહ્યા હતા. જો કે હવે રાહુલ ગાંધીએ પોતાનો આખો લુક બદલી નાખ્યો છે. રાહુલ ગાંધીની એક તસવીર સામે આવી છે. આમાં તેણે પોતાની દાઢી ટ્રિમ કરી છે. આ સાથે તેણે પોતાના હેર કટ પણ બદલ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાનો લુક બદલ્યો
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને કવિ ઈમરાન પ્રતાપગઢીએ ટ્વિટર પર રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાહુલ ગાંધી બ્લેક સૂટમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, તેના વાળના કટમાં પણ ફેરફાર જોવા મળે છે અને તેણે દાઢી પણ કાપી નાખી છે. ઈમરાન પ્રતાપગઢીએ ફોટો ટ્વીટ કરીને લખ્યું, ‘રાહુલનો આ નવો લુક શાનદાર છે.’

રાહુલ ગાંધી યુકેના પ્રવાસે છે
જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાત દિવસના પ્રવાસે બ્રિટન ગયા છે. રાહુલ અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. આ દરમિયાન તેઓ ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે.

ભારત જોડો યાત્રા દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. લગભગ 4000 કિલોમીટરની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઘણા રાજ્યોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામાન્ય માણસથી માંડીને અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

આ યાત્રાની સફળતાના પગલે રાહુલ ગાંધી આગામી વર્ષે અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધીની યાત્રા કરવાના છે. આ યાત્રાનું આયોજન હાલમાં થઈ રહ્યું છે અને તેના રુટને આગામી ચાર મહિનામાં અંતિમ ઓપ આપવામાં આવે તેવી સંભાવના છે. રાહુલ ગાંધી પોતે પણ આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ યાત્રાની તૈયારીઓમાં તે પોતે અંગત રસ લઈ રહ્યા છે. ભારત જોડો યાત્રાએ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકયા હોવાનું કહેવાય છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં આ યાત્રાની સફળતાના લીધે ઉત્સાહનો સંચાર થયો હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધીની યાત્રા હવે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે કેવી સંજીવની નીવડે છે તે જોવાનું છે. કોંગ્રેસ પોતે પણ સ્વીકારતી થઈ છે કે યાત્રા દ્વારા તેના જનસંપર્કમાં નોંધપાત્ર વધારો થયો છે. તેઓ લોકો સુધી પહોંચી શક્યા છે.

આ પણ વાંચોઃ Greece Railway Accident/ ગ્રીસમાં ભયાનક રેલ અકસ્માતઃ 32ના મોત, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચોઃ સિદ્ધિ/ વિરાટ કોહલીએ ઘરઆંગણે 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમી, ભારતની 36 રનમાં 3 વિકેટ

આ પણ વાંચોઃ Security Analysis/ ગૃહ મંત્રાલયની ટીમ જમ્મુ પહોંચી, આજે સુરક્ષા પરિદ્રશ્ય પર વિચાર કરશે