Not Set/ અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ પાકિસ્તાનને ભેરવવા સજ્જ, UNSCમાં રજુ થયો ‘આ’ પ્રસ્તાવ

નવી દિલ્હી, પુલવામા આતંકી હુમલા પછી આતંક સામે યુદ્ધમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પણ આવ્યા છે. એક ન્યુઝ એજન્સી પ્રમાણે ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને બુધવારે પ્રસ્તાવ રજુ કરતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને કહ્યું કે જૈશ-એ-મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવામાં આવે. તેના વૈશ્વિક પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે […]

Top Stories India
mantavya 369 અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ પાકિસ્તાનને ભેરવવા સજ્જ, UNSCમાં રજુ થયો 'આ' પ્રસ્તાવ

નવી દિલ્હી,

પુલવામા આતંકી હુમલા પછી આતંક સામે યુદ્ધમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પણ આવ્યા છે. એક ન્યુઝ એજન્સી પ્રમાણે ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને બુધવારે પ્રસ્તાવ રજુ કરતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને કહ્યું કે જૈશ-એ-મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવામાં આવે.

તેના વૈશ્વિક પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે જ તેની તમામ સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવે. એરસ્ટ્રાઈક બાદ  પીએમ મોદીએ જલ, થલ અને વાયુસેનાનાં પ્રમુખો સાથે બુધવારે લાંબી મુલાકાત કરી.

જો કે, ચાઇના દ્વારા વિરોધ કરવાની શક્યતા છે, જે પહેલા સુરક્ષા પરિષદની ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા પ્રતિબંધ સમિતિ 2016 અને 2017 માં JeM નેતા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂક્યો હતો. ચાઇના તરફથી નવી પ્રસ્તાવ પર, અત્યારે કોઈ નિવેદન નથી આવ્યું.

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્ય સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિથી અઝહરની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ અને સંપત્તિ પણ ફ્રીઝ વાત કરવાની કહી છે. રાયટર્સ દ્વારા જોવામાં આવેલ પ્રસ્તાવ મુજબ, સમિતિએ આ પ્રસ્તાવ પર વાંધા માટે 13 માર્ચ સુધી સમય આપ્યો છે.

સૂત્રોનું માનીએ તો ત્રણે પ્રમુખો સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ તેમને કોઇપણ નિર્ણય લેવાની આઝાદી આપી છે. જ્યારે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે.

આ પ્રસ્તાવમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે, જૈશે જે ભારતીય અર્ધસૈનિક બળ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિનને કહ્યું છે કે, તે મસૂદ અઝહરને વિરૂદ્ધ હથિયાર પ્રતિબંધ, વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવે અને તેની તમામ સંપત્તિઓ જપ્ત કરે.

વીટો પાવરની સત્તા ધરાવતા આ ત્રણેય શક્તિશાળી દેશોએ સંયુક્ત રૂપે મળીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજુ કર્યો છે.

આપેલા પ્રસ્તાવમાં કાશ્મીરનાં પુલવામા હુમલાનો સંદર્ભ આપ્યો છે. આ પ્રસ્તાવ રજુ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષમાં ચોથીએ વાર આમ કરવામાં આવી રહ્યું છે જેમાં અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગણી કરવામાં આવશે.