Not Set/ મેજર ગોગોઈ દોષી સાબિત થયા તો એવી સજા કરવામાં આવશે જે ઉદાહરણ હશે: બીપીન રાવત

કાશ્મીરના શ્રીનગરની એક હોટલમાં વિવાદ થયાબાદ સેનાએ શુક્રવારે મેજર લીતુલ ગોગોઈ વિરુદ્ધ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી નો આદેશ આપ્યો છે. કથિત રીતે ગોગોઈ એક યુવતી અને પુરુષ સાથે હોટલમાં ગયા હતા. પહેલગામ ગયેલા સેના પ્રમુખ જનરલ બીપીન રાવતના હવાલેથી ખાનગી અખબારે લખ્યું કે જો ગોગોઈ કોઈ અપરાધમાં દોષી જણાશે તો એમને એવી સજા આપવામાં આવશે જે […]

Top Stories India
289c221c 540a 11e8 ae13 d985d3701f4e મેજર ગોગોઈ દોષી સાબિત થયા તો એવી સજા કરવામાં આવશે જે ઉદાહરણ હશે: બીપીન રાવત

કાશ્મીરના શ્રીનગરની એક હોટલમાં વિવાદ થયાબાદ સેનાએ શુક્રવારે મેજર લીતુલ ગોગોઈ વિરુદ્ધ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી નો આદેશ
આપ્યો છે. કથિત રીતે ગોગોઈ એક યુવતી અને પુરુષ સાથે હોટલમાં ગયા હતા.
પહેલગામ ગયેલા સેના પ્રમુખ જનરલ બીપીન રાવતના હવાલેથી ખાનગી અખબારે લખ્યું કે જો ગોગોઈ કોઈ અપરાધમાં દોષી
જણાશે તો એમને એવી સજા આપવામાં આવશે જે એક ઉદાહરણ બનશે.

સેના અધિકારીએ જણાવ્યું કે આ મામલામાં કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આયો છે અને આ પ્રક્રિયા સંપત થવા પર
ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. અધિકારી દ્વારા એ જણાવવામાં નથી આવ્યું કે આ ઇન્ક્વાયરી રીપોર્ટ કેટલા સમયમાં જમા
કરાવવાની છે.

મેજર ગોગોઈ ગયા વર્ષે ચર્ચામાં આવ્યા હતા જયારે તેમણે બડગામના એક શખ્શને માનવ ઢાલ બનાવીને જીપ સાથે બંધી દીધો હતો.
ત્યારબાદ તેમને સેના દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ખબરો મુજબ હાલમાં ગોગોઈ એક સ્થાનિક યુવતી અને પુરુષ સાથે હોટલમાં ગયા હતા, જ્યાં હોટલના સ્ટાફે યુવતીને હોટલમાં આવવાની અનુમતિ આપી નહતી. વિવાદ થવાથી પોલીસ ત્રણેવને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.