Not Set/ 48 કલાકમાં બિકાનેર છોડી દેવા પાકિસ્તાની નાગરિકોને આદેશ

બિકાનેર પુલવામામાં ત્રાસવાદી હુમલા પછી રાજસ્થાન સરકારે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં બિકાનેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં જિલ્લો છોડીને બહાર જવા માટે કહ્યું છે. બિકાનેરના જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગૂ કરી છે જેના આદેશ અનુસાર જિલ્લાની સીમામાં કોઇ પાકિસ્તાની નાગરિક હાજર છે તો તેને સ્વયં જ જિલ્લાની બહાર જવું પડશે. ત્યારબાદ તેના પર સખત […]

Top Stories India
bikaner 48 કલાકમાં બિકાનેર છોડી દેવા પાકિસ્તાની નાગરિકોને આદેશ

બિકાનેર

પુલવામામાં ત્રાસવાદી હુમલા પછી રાજસ્થાન સરકારે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં બિકાનેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં જિલ્લો છોડીને બહાર જવા માટે કહ્યું છે.

બિકાનેરના જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગૂ કરી છે જેના આદેશ અનુસાર જિલ્લાની સીમામાં કોઇ પાકિસ્તાની નાગરિક હાજર છે તો તેને સ્વયં જ જિલ્લાની બહાર જવું પડશે. ત્યારબાદ તેના પર સખત કાર્યવાહી કરી તેને જિલ્લાની બહાર ખદેડવામાં આવશે.

બિકાનેર કલેક્ટર ઓફિસના સુત્રો કહે છે કે પુલવામાના હુમલાની સંવેદનશીલતા અને ગંભીરતા જોતા આ નિર્ણય લેવાયો છે.

પુલવામાના હુમલા બાદ દેશ આખામાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર રોષ દેખાઇ રહ્યો છે.આવા સમયે બિકાનેરમાં પણ પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો જોતા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વહીવટી તંત્રએ પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક જીલ્લો છોડી દેવા જણાવ્યું છે.

બિકાનેરમાં પાકિસ્તાનથી આવી રહેલાં ફોન પર પણ વાત કરવાની મનાઇ કરવામાં આવી છે.એ સિવાય ભારતીયોને એવી સુચના આપવામાં આવી છે કે પાકિસ્તાની નાગરિકોને નોકરીએ કે કામધંધે નહીં રાખવા.

જીલ્લા મેજીસ્ટ્રેટના આ આદેશ પછી બિકાનેર પોલિસે હોટલ ચેકિંગથી લઇને રસ્તાઓ પર સર્ચ શરૂ કર્યુ હતું.