Not Set/ 2002 ગુજરાત રમખાણ કેસનાં સરદારપુરા ગામનાં 17 આરોપીઓને મળ્યા SC માંથી શરતી જામીન

વિવાદોનાં વંટોળ સમા અને ગુજરાત સરકાર પણ જે રમખાણોમાં વગોવાયેલી તેવા, 2002 ગુજરાત રમખાણ કેસ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરદારપુરા ગામના 17 આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓને બે અલગ અલગ બેન્ચમાં રાખ્યા હતા. એક બેન્ચને ઈન્દોર અને એક બેન્ચને જબલપુર મોકલવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીઓને આદેશ કાર્ય છે કે , જામીન પર […]

Top Stories Gujarat Others
gujarat 2002 ramkhana 2002 ગુજરાત રમખાણ કેસનાં સરદારપુરા ગામનાં 17 આરોપીઓને મળ્યા SC માંથી શરતી જામીન

વિવાદોનાં વંટોળ સમા અને ગુજરાત સરકાર પણ જે રમખાણોમાં વગોવાયેલી તેવા, 2002 ગુજરાત રમખાણ કેસ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરદારપુરા ગામના 17 આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓને બે અલગ અલગ બેન્ચમાં રાખ્યા હતા. એક બેન્ચને ઈન્દોર અને એક બેન્ચને જબલપુર મોકલવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીઓને આદેશ કાર્ય છે કે , જામીન પર રહેવા દરમ્યાન તેમણે સામાજિક અને ધાર્મિક કામ કરવાના રહેશે.

જામીન દરમ્યાન આરોપીઓ સામાજિક અને આધ્યાત્મિક કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવા માટે સુપ્રીમ કોર્ટે ઈન્દોર અને જબલપુરમાં અધિકારીઓને આદેશો કાર્ય હતા. કોર્ટે આરોપીઓને તેમની આજીવિકા માટે કામ કરવાની છૂટ આપી છે. કોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને સહમતી રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. સાથે જ અધિકારીઓને આરોપીઓના આચરણ મામલે પણ રિપોર્ટ આપવા કહ્યું છે. અધિકારીઓને સુપ્રીમ કોર્ટે જામીન દરમિયાન દોષિતોના વર્તન અંગે રિપોર્ટ આપવા પણ જણાવ્યું છે. ગોધરા પછી ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અનેક તોફાનો થયાં હતાં, જેમાં 33 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આ તમામ ગુનેગારોને સામાજિક કાર્યમાં ભાગ લેવો પડશે. આ દોષિતોને અઠવાડિયામાં ઓછામાં ઓછા 6 કલાક સામાજિક કાર્ય કરવું પડશે. મહત્વનું છે કે, ગોધરા કાંડ પછી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર રમખાણો થયા હતા.જેને લઈને અગાઉના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે.

તેમનો કેસ સુપ્રીમમાં પેન્ડિંગ છે. અને આરોપીઓ ઘણા સમયથી જેલામાં બંધ છે. આરોપીઓના ગુજરાત પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમાં 33 લોકોના મોત થયા હતાં. આ મામલે હાઈકોર્ટે 14 આરોપીઓને છોડી મૂક્યા હતા જ્યારે 17ને આજીવન જેલની સજા સંભળાવી હતી અને આ 17 આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાનો હવાલો આપીને જામીન અંગે માંગણી કરાઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન