Not Set/ લાગે છે આમ જ વધી રહ્યો છે કોરોનાનો કહેર, પોઝિટિવ દર્દીની ડેથબોડી આડઘી જ સળગી ત્યાં તો…

ગુજરાતમાં કોરોનાનો કહેર છાપરે ચડી નાચી રહ્યો છે. કાળમુખો તંડવ કરી રહ્યો છે અને લોકોમાં હાહાકાર અને ભય છવાયેલો જોવામાં આવી રહ્યો છે. પરંતુ આપણું તંત્ર, બસ વાત જ ન પૂછો… જી હા, કોરોનાનાં આવા આકરા અને ગંભીર કાળમાં પણ તંત્ર તો હળવુ મસ્ત જ જોવામાં આવી રહ્યું છે કોરોનાને ગંભીરતાથી લેવાને બદલે તંત્ર આવા […]

Gujarat Others

ગુજરાતમાં કોરોનાનો કહેર છાપરે ચડી નાચી રહ્યો છે. કાળમુખો તંડવ કરી રહ્યો છે અને લોકોમાં હાહાકાર અને ભય છવાયેલો જોવામાં આવી રહ્યો છે. પરંતુ આપણું તંત્ર, બસ વાત જ ન પૂછો… જી હા, કોરોનાનાં આવા આકરા અને ગંભીર કાળમાં પણ તંત્ર તો હળવુ મસ્ત જ જોવામાં આવી રહ્યું છે કોરોનાને ગંભીરતાથી લેવાને બદલે તંત્ર આવા કપરાકાળમાં પણ ગંભીરતાથી લે છે પરંતુ બેદરકારી…

જી હા, કોરોનાનાં હાહાકાર વચ્ચે પણ ખેડા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે અને ગંભીર બેદરકારી પણ કેવી, લોકોના રુવાટા ઉભા થઇ જાય તેવી. જી હા, વાત જાણે એમ છે કે, નડિયાદમાં ગઈકાલે કોરોના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હતું. ખેડા જીલ્લા આરોગ્ય વિભાગે તે દર્દીની નડીયાદ GIDC સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરી હતી.

તંત્ર અને બેદરકારી ન દાખવે તો તંત્ર થોડુ કહેવાય, બસ બીનદાસ્ત તંત્ર મૃતકની ડેડબોડી અડધી જ સળગેલી હાલતમાં હતી ત્યારે જ ત્યાંથી ચાલતી પકડી હતી. કોઇ કારણ સર મૃતક જે કોરોનાનાં દર્દી હતા તેમની બોડી અડધી જ સળગેલી રહી. અનેે તે પણ પૂરો સમય ત્યાં એમને એમ પડી રહી. છેક આજે મૃતકનાં પરિવારજનોએ મૃતદેહની અંતિમવિધિ કરી અને મરણજનારનાં મૃતદેહને પૂર્ણ રીતે પંચમહાભૂતનાં હવાલે કર્યો હતો. 

આ મામલે લાજવાને બદલે ગાજી રહેલ તંત્ર દ્વારા એટલે કે આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ મામલે તપાસ કરવામાં આવશે. ત્યારે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે, શું આવા જ કારણોનાં કારણે કોરોના ગુજરાતમાં માથી ઉપર ચડી તાંડવ કરી રહ્યો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews