Vadodara News/ વડોદરામાં ફતેગંજ ખાતે પેટ્રોલ પમ્પ પર કકળાટઃ મારામારીનો વિડીયો વાઇરલ

રાજ્યના બીજા શહેરોની જેમ વડોદરામાં પેટ્રોલ પમ્પો પર સળંગ બીજા દિવસે લાઇનો લાગી છે. પુરવઠા મંત્રીથી લઈને ગૃહમંત્રીની ખાતરી છતાં આ સ્થિતિ છે. અનેક પેટ્રોલ પમ્પો પર લોકોની લાંબી કતારો જોવા મળી છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News:  વડોદરા ફતેગંજ ખાતે પેટ્રોલ પમ્પ  (Petrol Pump) પર કકળાટ થયો છે. આ કકળાટના પગલે મારામારી થઈ હતી અને મારામારીનો વિડીયો વાઇરલ થયો તો. અફવાઓના પગલે પેટ્રોલ પમ્પો પર ભારે લાઈનો લાગી ગઈ હતી. લાઇનો બાદ લોકો વચ્ચે તણાવ અને ઝગડા સર્જાયા હતા.

પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર લાઇનો

પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel)ની અછતની અફવાઓના પગલે પેટ્રોલ પમ્પો પર ભારે લાઈનો લાગી ગઈ હતી. લાઇનાના પગલે લોકો વચ્ચે તણાવ અને ઝગડા સર્જાયા હતા. સોશિયલ મીડિયામાં પેટ્રોલ પમ્પો પર ચાલતી બબાલના વિડીયો વાઇરલ થવા લાગ્યા છે. વાહનચાલકો વચ્ચે ધક્કામુક્કી અને બોલાચાલી જોવા મળી છે.  પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની અછતની અફવાના પગલે શહેરમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વની બેઠક યોજી હતી અને સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઇંધણનું કોઈ સંકટ નથી.

ઇંધણના પુરવઠાનું કોઈ સંકટ ન હોવાનો તંત્રનો દાવો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ઇંધણના પ્રવર્તમાન જથ્થા અંગે હાઈ-લેવલ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર બે દિવસે રાજ્યમાં ઇંધણના જથ્થાનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા ખાતરી આપી હતી કે રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી જનતાએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.

હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. આવી અફવાઓ ફેલાવવી એ ગુનો છે. જો ક્યાંય પણ સપ્લાયમાં ટેકનિકલ ઇસ્યુ હશે, તો તંત્ર તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા માટે સજ્જ છે.”


આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, હર્ષ સંઘવીની અફવા ન ફેલાવવા અને અને સંગ્રહખોરી ન કરવા અપીલ

આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો કકળાટ! કંપનીઓએ સપ્લાયમાં 50% કાપ મૂકતા અનેક શહેરોમાં પંપો બંધ

આ પણ વાંચો : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની તંગી, IOC અને નાયરાના પંપો પર જથ્થો ખૂટતા વાહનચાલકો પરેશાન