Gujarat News: જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel )ની વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા તેમના પિતાના ઘરેથી કીર્તિ પટેલને ઝડપી લેવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સુરતની પુણા પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પુણા પોલીસ કીર્તિ પટેલને લઈને સુરત જવા રવાના થઈ ગઈ છે.
બે જિલ્લાની પોલીસનું સંયુક્ત ઓપરેશન
મળતી માહિતી મુજબ, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર અને સુરત પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.વહેલી સવારે પોલીસ ટીમે રતનપર વિસ્તારમાં પહોંચીને કીર્તિ પટેલ (Kirti Patel )ની અટકાયત કરી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને સુરત લઈ જવામાં આવી રહી છે.
સુરતમાં થશે વધુ પૂછપરછ
હાલ કીર્તિ પટેલને પુણા પોલીસ દ્વારા સુરત લઈ જવાઈ રહી છે. હવે આગળની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી સુરત ખાતે કરવામાં આવશે.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ વિગતો તપાસ બાદ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે Kirti Patel
સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ (Kirti Patel ) અગાઉ પણ અનેક વિવાદોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.કીર્તિ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. અગાઉ પણ સોશિયલ મીડિયા પરની તકરારો અને પોલીસ કાર્યવાહી મામલે તેનું નામ સામે આવ્યું હતું.
અનેક ગુનાઓ નોંધાયા હોવાનો દાવો
કીર્તિ પટેલ સામે અગાઉ હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલની ધરપકડ કયા કેસમાં કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ બાદ વધુ માહિતી સામે આવી શકે છે.
આ પણ વાંચો:સુરત FIR બાદ કીર્તિ પટેલ-નયના બારૈયાનો પલટવાર,રાજુ ભમ્મર સામે ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:સુરતમાં કીર્તિ પટેલ સામે FIR, નયના બારૈયા પણ કાયદાના સકંજામાં
