Surat News/ સુરતમાં સોનાનાં નકલી ઘરેણાં વેચતી ટોળકી ઝડપાઈ

સોનાનાં આકર્ષણ સામે લોકો આંધળા બનીને ઘરેણાંની ખરીદી કરતા હતા. જોકે, લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદનાં આધારે ગેંગની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતનાં સરથાણા (Sarthana) વિસ્તારમાંથી નકલી દાગીના (Fake Ornaments) બનાવતી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે, તેમજ સોનાના ઘરેણા બનાવતું કારખાનું સીલ મારી દેવાયું છે.

સુરત શહેરમાં ડુપ્લીકેટ સોનાનાં ઘરેણા બનાવતી ગેંગ ઝડપાઈ છે. સુરત ઝોન-1 એલસીબી (LCB)એ ગ્રાહકોનો નકલી ઘરેણા બનાવી વેચાણ કરતા હતા. સોનાની બનાવટમાં સોનું જ 2 થી 3 ટકા જેટલું ઉમેરી અન્ય ધાતુ વડે સોનાનાં નકલી ઘરેણા બનાવતા હતા. બાદમાં BIS હોલમાર્કનો સિક્કો મારી વેચાણ કરતા હોવાનું સામે આવતા બાતમીનાં આધારે LCB પોલીસે દરોડો પાડી 7 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે ચેન, હોલમાર્કનો સિક્કો, ચેન બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સોનાનાં આકર્ષણ સામે લોકો આંધળા બનીને ઘરેણાંની ખરીદી કરતા હતા. જોકે, લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદનાં આધારે ગેંગની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની દીકરીઓ બની કરાટે ગર્લ! માર્શલ આર્ટમાં કર્યું નામ રોશન

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો દબદબો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો:ટેબલ ટેનિસમાં સિંગાપોરને હરાવી ભારતે વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો