tapi news/ ચિમેર ધોધ પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ, 3 બાજુએથી વહેતા ‘ક્વીન નેકલેસ’ ચિમેર ધોધનો અદ્ભુત નજારો

કુદરતના આ અદભુત સર્જનની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે અને તેમને એક યાદગાર અનુભવ આપે છે.

Gujarat

Tapi News : ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. બીજીતરફ તાપીના સોનગઢ પાસે આવેલો ચિમેર ધોધ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. સોનગઢથી આશરે 25 કિલોમીટરના અંતરે આવેલા ચિમેર ગામમાં આ ભવ્ય ધોધ આવેલો છે.વરસાદની શરૂઆત થતાં જ ચિમેર ધોધ જીવંત બને છે. પહાડીઓમાં એકઠા થયેલું પાણી નાનાં-નાનાં ઝરણાંના સ્વરૂપમાં નીચે પડે છે અને આ અસંખ્ય ઝરણાં જ્યારે એકસાથે નીચે ઊતરે છે ત્યારે એ એક હાર અથવા નેકલેસ જેવો આકાર બનાવે છે.

આ જ કારણ છે કે એને ‘ક્વીન નેક્લેસ’ તરીકે ઓળખવામાં આવે છે.સામાન્ય રીતે ‘ક્વીન નેકલેસ’ તરીકે ઓળખાતો આ ધોધ ચોમાસા દરમિયાન ખરેખર મનમોહક દૃશ્યો સર્જે છે. 200 ફૂટની ઊંચાઈએથી નીચે પડતો આ ધોધ જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે ત્રણ જુદી જુદી બાજુથી વહેવા લાગે છે. આ ત્રિવેણી સંગમ જેવું દૃશ્ય એટલું અદભુત હોય છે કે એ કોઈ રાણીના હારની જેમ શોભી ઊઠે છે.વરસાદી માહોલમાં લીલોતરીથી ઘેરાયેલા આ વિસ્તારમાં ચિમેર ધોધનું રૌદ્ર અને છતાં શાંત સ્વરૂપ જોવા જેવું હોય છે.

પ્રવાસીઓ અને સ્થાનિક સહેલાણીઓ માટે આ સ્થળ કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા અને ચોમાસાની મજા માણવા માટે ઉત્તમ છે.ચિમેર ધોધના પાણીની સતત ધારા, એની આસપાસ છવાયેલું ધુમ્મસ અને લીલોતરીથી ભરપૂર વાતાવરણ એક અદ્ભુત દૃશ્ય રચે છે, જે મનને શાંતિ અને તાજગી આપે છે. આ અનોખા ધોધને નિહાળવા માટે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. કુદરતના આ અદભુત સર્જનની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે અને તેમને એક યાદગાર અનુભવ આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સાબરકાંઠામાં વરસાદનો કહેર,ખેડબ્રહ્મામાં 5 ઈંચ, વડાલીમાં 4 ઈંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, હરણાવ નદીમાં ઘોડાપૂર

આ પણ વાંચોઃગુજરાતને વરસાદે કર્યુ તરબોળઃ વડગામમાં 9, પાલનપુરમાં 7, વિજાપુરમાં 6 ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ પાલનપુરમાં નોંધાયો 7 ઈંચ વરસાદ,અમદાવાદ-પાલનપુર હાઈવે પર ફેલાયા પાણી