Ahmedabad News/ અમદાવાદ-મુંબઈ ને.હા. પર ટ્રાફિક જામ! વાહનચાલકો ફસાયા

નેશનલ હાઇવે ઓથોરિટીએ આ ખાડાઓ ભરવા જોઈએ. કારણ કે, સ્કૂટર ચાલકો આ ખાડાઓમાં પડી જાય છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ કરવામાં આવે તેવી વાહનચાલકોની માગ છે.

Top Stories Mumbai News Ahmedabad Gujarat

Ahmedabad News:  અમદાવાદ-મુંબઈ ને.હા. (National Highway) પર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો અટવાયા છે. હાઈવે પર ખાડા પડતાં વાહનો એકબીજા સાથે અથડાતા લોકો વચ્ચે બોલાચાલીનાં પણ દ્રશ્યો જોવા મળ્યા છે. ત્રણ દિવસ પહેલા જાંબુઆ બ્રિજ પર વાહનો ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો. રોજિંદા ટ્રાફિક સમસ્યા (Traffic issue)ને કારણે વાહનચાલકોમાં ભારે રોષ છે. વાહનચાલકોએ રસ્તાના કાયમી ઉકેલની માગ કરી છે.

વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર કરજણના કંડારી ગામના પાટિયા પાસે નવા રોડ પર નાળા પાસે ભૂસ્ખલન થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે 48 પર કંડારી નજીક બાંધકામ હેઠળના પુલના ડાયવર્ઝન રોડ પર ભૂસ્ખલન અને ખાડા પડવાના કારણે 4 કિમી સુધીનો ટ્રાફિક જામ થયો છે. હાલમાં ખાડા ભરવાનું કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ વરસાદ પડતાં જ ફરી આવા ખાડા દેખાય છે. બાળકો શાળાએ પહોંચવામાં પણ મોડા પડે છે. જાંબુઆ બ્રિજ પાસે આવેલા આર્યન રેસિડેન્સીના રહેવાસીઓ ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. રહીશો ઇચ્છે છે કે વહીવટીતંત્ર રસ્તાનું કામ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે.

વાહનચાલકોનું કહેવું છે કે અમે દોઢ કલાકથી ફસાઈ ગયા હતા, રસ્તા ખરાબ હોવાથી ટ્રાફિક જામ થઈ ગયો છે. હંમેશા ભારે વરસાદ બાદ સમસ્યા સર્જાતી હોવાથી મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  આ ટ્રાફિક જામને કારણે ઘણી મુશ્કેલી પડે છે. આ ટ્રાફિક જામ ખૂબ લાંબો છે, તે ક્યારે ખુલશે તે કહી શકાય નહીં. અમે ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા છીએ. આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત, જાંબુઆ ગામના રહેવાસીએ જણાવ્યું હતું કે, હાઇવે પર ટ્રાફિક જામ થવાને કારણે, વાહનચાલકો મોટા વાહનો સાથે જામ્બુવા ગામમાંથી પસાર થાય છે, જેના કારણે ગામના રસ્તા પર મોટા ખાડા પણ પડી ગયા છે.

નેશનલ હાઇવે ઓથોરિટીએ આ ખાડાઓ ભરવા જોઈએ. કારણ કે, સ્કૂટર ચાલકો આ ખાડાઓમાં પડી જાય છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ કરવામાં આવે તેવી વાહનચાલકોની માગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની દીકરીઓ બની કરાટે ગર્લ! માર્શલ આર્ટમાં કર્યું નામ રોશન

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો દબદબો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો:ટેબલ ટેનિસમાં સિંગાપોરને હરાવી ભારતે વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો