Gujarat News/ પાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો નક્કી કરશે : 29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે

29 અને 30 જાન્યુઆરીએ CM નિવાસસ્થાને બેઠક મળશે

Top Stories Gujarat Breaking News

Gujarat News : 16મી ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મૂરતિયા નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.

જેમાં મૂરતિયાના નામો પર ચર્ચા કરાશે, ત્યારબાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરાશે.નગરપાલિકા અને મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર 29 અને 30 જાન્યુઆરીએ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત બોર્ડના સભ્યો હાજર રહેશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા નામો પર બેઠકમાં ચર્ચા કરાયા બાદ ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી પછી હવે અમદાવાદના ધોળકામાં રોડ પર મગર

આ પણ વાંચો:લો બોલો! મગર હવે સ્કૂટર પર સવાર…વડોદરામાં મહાકાય મગરનો ત્રાસ યથાવત્

આ પણ વાંચો:વડોદરામાં વિશાળકાય મગરને જોતાં જ લોકોના શ્વાસ અદ્ધર…