Not Set/ જમ્મુ-કાશ્મીર: આતંકી સંગઠન અલ બદ્રે લીધી ગ્રેનેડ હુમલાની જવાબદારી

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના મુખ્ય ચોક પર સોમવારે આંતકીઓ હુમલો કર્યો હતો. બાટપોરા ચોક પર પુલિસ નાકા પાર્ટી પર હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ બદ્રે સ્વીકારી છે અને એક વિડીયો શેર કરીને કહ્યું કે ભવિષ્યમાં પણ સુરક્ષા દળો પર આવી જ રીતે હુમલાઓ કરતા રહીશું. આતંકવાદી હમઝા બુહાને વિડીયો દ્વારા સામાન્ય લોકોને ધમકી આપી છે કે […]

India Trending

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના મુખ્ય ચોક પર સોમવારે આંતકીઓ હુમલો કર્યો હતો. બાટપોરા ચોક પર પુલિસ નાકા પાર્ટી પર હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ બદ્રે સ્વીકારી છે અને એક વિડીયો શેર કરીને કહ્યું કે ભવિષ્યમાં પણ સુરક્ષા દળો પર આવી જ રીતે હુમલાઓ કરતા રહીશું.

આતંકવાદી હમઝા બુહાને વિડીયો દ્વારા સામાન્ય લોકોને ધમકી આપી છે કે તેઓ સુરક્ષા દળોથી દૂર રહે.  જેમાં સુરક્ષામાં રખાયેલા જવાનોને ધમકી આપતા કહ્યું કે હુમલા સતત ચાલુ જ રહેશે.

સોમવારે થયેલા હુમલામાં પુલિસ પાર્ટી પ્રર ગ્રેનેડ ફેંક્યો અને ફાયરિંગ પણ કરી હતી. આ હુમલામાં એક બાળકી અને 4 પોલીસકર્મી સહિત 12 લોકો ઘાયલ થયા હતાં. આ હમલા પછી આંતકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતાં.

શુક્રવારે સતત છ હુમલા કર્યા બાદ આંતકીઓએ શનિવારની સાંજે શ્રીનગરમાં અમુક કલાકો પછી તાબડતોડ પાંચ હુમલા કર્યા હતાં.  આ હુમલામાં સીઆરપીએફના ચાર જવાન અને એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતાં.  અચાનક આટલા બધા હુમલાઓ થતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.