નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેપ્ટન કોહલીના આ વિરાટ રેકોર્ડને લઈ ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા તેઓની પ્રશંસા કરવામાં આવી છે, ત્યારે હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે પણ કોહલીએ ક મહત્વનું નિવેદન આપ્યું છે.

ગ્રીમ સ્મિથે જણાવ્યું હતું કે, “વિરાટ કોહલી સુપરસ્ટાર છે અને તેઓ ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખવા માટે અગ્રણી રહેશે”.
જગમોહન ડાલમિયા એન્યુઅલ કોન્કલેવમાં શુક્રવારે કહ્યું, “વર્લ્ડ ક્રિકેટના સુપરસ્ટારની જરૂરત છે, પરંતુ તેનો અભાવ છે. ઈંગ્લેંડમાં એક અથવા તો ક્રિકેટર છે. મને લાગે છે કે, વિરાટ કોહલી સુપરસ્ટાર છે”.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટને કહ્યું, “તેઓને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યા છે. વિરાટ કોહલીએ દેશમાં ટેસ્ટ ક્રિકેટને પ્રાસંગિક બનાવ્યું છે જે IPL અને ટી-૨૦ ક્રિકેટને પસંદ કરે છે. આ એક મોટી વાત છે”.
તેઓએ વધુમાં કહ્યું, “કુકાબુરા બોલના ઉપયોગથી ટેસ્ટ ક્રિકેટ બોરિંગ થઇ રહ્યું છે. આ બોલ ખુબ જ સોફ્ટ હોય છે, જેથી બોલર વધુ સમય સુધી સ્વિંગ કરાવી શકતો નથી. લોકો ટેસ્ટ ક્રિકેટનો જોવા માટે આવે છે, ડ્રો માટે નહિ”.
