Rajkot News/ રાજકોટની સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ, ફરજ પર ડોક્ટર કેમેરામાં ઊંઘતા કેદ

સિવિલમાં ડોક્ટર નાઈટ ડ્યુટી દરમિયાન આરામ કરતાં જોવા મળ્યા હતા. જ્યારે દર્દીના સગા દ્રારા ડોક્ટરને જગાડવામાં આવ્યા ત્યારે ડોક્ટર ઊંઘ માંથી ઊભા થયા અને ઊંઘમા જ ફાઇલ ચકાસવા લાગ્યા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News
રાજકોટની સિવિલ હોસ્પિટલ

Rajkot News:થોડા સમયથી ઘણી બધી હોસ્પિટલો અલગ અલગ કારણોસર વિવાદમાં આવી છે. જેમાં થોડા સમયથી રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ વિવાદમાં આવી છે.હાલ સિવિલમાં ફરજ પર એક ડોક્ટર ઊંઘતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.આ પહેલા સિવિલ હોસ્પિટલના (Civil Hospital) જૂના બિલ્ડીંગમાં ત્રણ ખાલી દારૂની બોટલો મળી આવી હતી, જ્યારે ત્યાં પાર્ક કરેલી પડેલી કાટ વાળી એમ્બ્યુલન્સમાંથી છ ખાલી બોટલો, દારૂના ગ્લાસ અને સિગારેટના ટુકડા પણ મળી આવ્યા હતા. ત્યારે ફરી એક વાર સિવિલ હોસ્પિટલ એક વાયરલ વીડિયોને લીધે વિવાદમાં આવી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલ મા દર્દીના સગા દ્વારા ડોક્ટરને ઊંઘમાંથી જગાડવામાં આવ્યા

આ વીડિયોમાં દર્દીના સગા દર્દીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હત્યા જ્યાં ડોક્ટર નાઈટ ડ્યુટી દરમિયાન આરામ કરતાં જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે દર્દીના સગા દ્રારા ડોક્ટરને જગાડવામાં આવ્યા ત્યારે ડોક્ટર ઊંઘ માંથી ઊભા થયા અને ઊંઘમા જ ફાઇલ ચકાસવા લાગ્યા હતા. આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં  રાત્રિ દરમિયાન  ફરજ બજાવતા ડોક્ટરો ઘણી વખત વિવાદમાં ફસાયા છે.આ વીડિયો જોતાં સૌથી મોટો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે શું ગુજરાતની બીજી સરકારી હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ  હશે.

[fvplayer id=”280″]

આ પહેલા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીને પણ રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં તેમની બહેનના  સીટી સ્કેન દરમિયાન તેમને કડવો અનુભવ થયો હતો. હકાભા ગઢવીની બહેન તેના પરિવાર સાથે રાજકોટથી હળવદ જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેને ટક્કર મારી હતી.અકસ્માત બાદ બહેનને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું.તેઓ જ્યારે ત્યાં પહોં પહોચ્યા ત્યારે પણ  સિવિલ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર હાજર નહોતા.

એટલું જ નહીં થોડા સમય પહેલા રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ટીબી વોર્ડમાં એક વેન્ટિલેટરમાં અચાનક આગ લાગી હતી , જેના કારણે એક વૃદ્ધ વ્યક્તિ દાઝી ગયો હતો . પોતાની બેદરકારી છુપાવવા માટે, જવાબદારોએ પોલીસ સ્ટેશનમાં મેડિકલ રિપોર્ટ નોંધાવ્યો નહીં કે પોલીસને જાણ કરી નહોતી. જોકે આ ઘટના કેવી રીતે બની આગ કેવી રીતે લાગી એ જાની શક્યું નહોતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતાં વૃદ્ધ દર્દીનો ચહેરો દાઝી ગયો

આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલે છે ધુપ્પલ! હકાભા ગઢવીને થયો કડવો અનુભવ

આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારી, દર્દીઓ પાસે સગા વ્હાલા નહીં પણ ઉંદરો….