Terrorist Attack in Pakistan: પાકિસ્તાન (Pakistan)ના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ 23 લોકોની હત્યા કરી. સોમવારે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં, બંદૂકધારીઓએ 23 લોકોને બળજબરીથી તેમના વાહનોમાંથી ઉતારીને તેમને ગોળી મારી દીધી, જેનાથી તેઓ માર્યા ગયા. એએફપીના અહેવાલ મુજબ બલૂચિસ્તાન પ્રાંતના મુસાખેલ જિલ્લામાં આતંકવાદી (Terrorist Attac)ઓએ અનેક બસો, ટ્રકો અને વાનને રોકી હતી. આતંકવાદીઓએ તેમની જાતિ ઓળખીને લોકોને ગોળી મારી હતી. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે. મુસાખેલના વરિષ્ઠ અધિકારી નજીબુલ્લાહ કાકરે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ પંજાબને બલૂચિસ્તાન સાથે જોડતા હાઈવે પર ઘણી બસો, ટ્રકો અને વાન રોકી હતી. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા, જ્યારે 5 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે પંજાબથી આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી હતી અને પંજાબથી આવતા લોકોની ઓળખ કરીને તેમને ગોળી મારવામાં આવી હતી.
At least 23 people from Punjab have been killed in Balochistan’s Musakhel district after armed men offloaded passengers from trucks and buses and shot at them after checking their identities, an official said.https://t.co/2ifewTcnEA
— Dawn.com (@dawn_com) August 26, 2024
10 વાહનોને આગ ચાંપી દીધી
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, સહાયક કમિશનર નજીબ કાકરે કહ્યું કે સશસ્ત્ર માણસોએ મુસાખેલ ખાતે હાઈવે બ્લોક કરી દીધો અને મુસાફરોને નીચે ઉતાર્યા. તેઓએ 10 વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.
‘આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં’
આ ઘટના બાદ બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ આતંકવાદી ઘટનાની સખત નિંદા કરી હતી. નિવેદન અનુસાર, તેમણે આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં. બલૂચિસ્તાનની સરકાર ગુનેગારોને સજા આપવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો:પાકિસ્તાનની સંસદમાં હવે બિલાડીઓની થશે ભરતી,12 લાખનું બજેટ રજૂ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:પાકિસ્તાનના પંજાબમાં ડાકુઓનો હુમલો, 11ના પોલીકર્મીના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?
