કૃષિ કાયદા મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચેનો ડેડલોક પૂર્ણ થવાનું નામ જ નથી લઇ રહ્યો. ખેડુતો તરફથી કૃષિ કાયદો પાછો ખેંચવાની સતત માંગ કરવામાં આવી રહી છે, જોકે સરકાર ખેડૂતો સાથે વાત કર્યા પછી તેમાં સુધારો કરવા આગ્રહ કરી રહી છે. પાંચ તબક્કાની વાટાઘાટો પછી, ગૃહ પ્રધાન સાથે બેઠક કર્યા બાદ, ખેડૂતોએ લેખિત દરખાસ્ત સ્વીકારી ન હતી, જે પછી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે ગુરુવારે ફરી સરકારની સ્થિતિને વિગતવાર સમજાવી હતી.
ખેડૂત સંગઠન પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
ભારતીય ખેડૂત સંઘે કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પડકારવામાં આવ્યા છે. આ અગાઉ ગુરુવારે ખેડૂત સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું હતું કે કાયદા પાછા નહીં લો તો એક બાદ એક દિલ્હીના બધા રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે. આટલું જ નહીં ખેડૂતો સિંઘુ બોર્ડરથી દિલ્હીમાં દાખલ થઇ જવાનો નિર્ણય પણ લઇ શકે છે. તે જ સમયે, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે ખેડૂતોને તેમનું આંદોલન સમાપ્ત કરવા અને સુધારા દરખાસ્ત પર વાત કરવાની માંગ કરી છે.
પીએમ મોદીની વિશેષ અપીલ …
શુક્રવારે એક ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત દિવસે ખેડૂત આંદોલન મુદ્દે કૃષિ મંત્રી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદનો ઉલ્લેખ કર્યો છે અને લોકોને તેમની વાત સાંભળવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ લખ્યું, ‘મારા બે કેબિનેટ સાથીઓ નરેન્દ્ર સિંહ તોમર જી અને પિયુષ ગોયલ જીએ નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોની માંગણીઓ વિશે વિગતવાર વાત કરી છે. આને જરૂર સાંભળો…
પીએમ મોદીએ ગત દિવસે પણ એક વિશેષ સંદેશ આપ્યો હતો, નવા સંસદ ભવનનો પાયો નાખ્યો હતો અને ગુરુ નાનક દેવની સીખ બધાની સામે કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે સંવાદ ચાલુ રહેવો જોઈએ અને ચર્ચા થતી રહેવી જોઈએ.
પીસીમાં કૃષિ મંત્રીએ અપીલ કરી
નરેન્દ્રસિંહ તોમર દ્વારા ખેડુતોના લેખિત દરખાસ્તને નકારી કાઢ્ય પછી, પિયુષ ગોયલ મીડિયાની સામે આવ્યા. કૃષિ પ્રધાને અહીંના ખેડુતોને ફરી એકવાર આ દરખાસ્ત પર વિચાર કરવા જણાવ્યું વળી એમ પણ કહ્યું હતું કે સરકાર કોઈ અહમ રાખતી નથી, અમે ખુલ્લા મનથી વાત કરી રહ્યા છીએ. કૃષિ કાયદા અંગે તેમણે જણાવ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોની આવક વધારવા માટે છે. સમયસર ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડુતોની જમીન સુરક્ષિત રાખવા કાળજી લેવામાં આવી છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર તોમારે સરકારને ખાતરી આપી હતી કે એમએસપી ચાલુ રહેશે, એપીએમસી મજબૂત રહેશે. આ સિવાય જો કાયદામાં કોઈ શંકા છે, તો સરકાર દરેક મુદ્દાને પહોંચી વળશે અને ખેડૂતોની સમસ્યા હલ કરશે.
CM યોગી આદિત્યનાથે કહ્યું ક્યારે મળશે કોરોના વાયરસ વેક્સિન?
સિંઘુ બોર્ડર પર તૈનાત દિલ્હી પોલીસના બે IPS અધિકારીઓ કોરોના પોઝિટિવ
ખેડુતો બાદ હવે ડોકટરોની હડતાલ, આજે દેશભરના ડોક્ટર્સ સ્ટ્રાઈક પર
ખેડૂત આંદોલન પર બોલ્યા મમતા બેનર્જી – મોદી સરકાર લોકશાહી નિયમોનું…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…