Election Result/ આ બેઠક પર ભારે વિખવાદ હોવા છંતા પણ ભાજપના આ યુવા નેતા જીત્યા,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પરિણામે બધાને ચોંકાવી દીધા હતા , ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરીને તમામ વિરોધ પાર્ટીઓના સૂંપડા સાફ કરી દીધા છે,

Top Stories Gujarat
3 13 આ બેઠક પર ભારે વિખવાદ હોવા છંતા પણ ભાજપના આ યુવા નેતા જીત્યા,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પરિણામે બધાને ચોંકાવી દીધા હતા , ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરીને તમામ વિરોધ પાર્ટીઓના સૂંપડા સાફ કરી દીધા છે,ભાજપે તેમના પસંદગીના ઉમેદવારો પર પૂરો વિશ્વાસ રાખ્યો હતો અને તેના પર ઉમેદવારો ખરા પણ ઉતાર્યા હતા.ગાંધીનગર દક્ષિણ પરથી ઉતરેલા અલ્પેશ ઠાકોર કેવી રીતે જીત્યા જાણો, આ બેઠક ભારે અસંતોષ જોવા મળ્યો હતો.  આ બેઠક પર ખુબ વિરોધ જોવા મળ્યો હતો.

ગાંધીનગર દક્ષિણ સીટ પર ઉમેદવાર નહી, પણ ભાજપને જીતાડવા માટે કાર્યકર્તાઓએ મહેનત કરી છે. આ ઉપરાંત કોગ્રેસના હિમાંશુ પટેલને પણ મજબૂત માનવામાં આવતા હતા, પણ નવા સીમાંકન બાદ ગાંધીનગર દક્ષિણ સીટ અસ્તિત્વમાં આવી. જો કે આ સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે.ભાજપના શંભુજી ઠાકોર આ સીટ પરથી વિજેતા બનતા આવ્યા છે. જેથી શંભુજીને લીધે ગાંધીનગર દક્ષિણ સીટ પર ભાજપની વોટ બેન્ક મજબૂત બની હતી. જેના ફાયદો અલ્પેશ ઠાકોરને મળ્યો અને વિજેતા બન્યા

ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટના પરિણામની વાત કરીએ તો, આ સીટ 2012માં આ સીટ અસ્તિત્વમાં આવી. 2012ના પ્રથમ ચૂંટણીમાં ભાજપમાંથી શંભુજી ઠાકોરને 87,999 મત મળ્યા હતા. કોગ્રેસના જીગાજી ઠાકોરને 79,988 મત મળ્યા હતા. આ સીટ પર ભાજપના ઉમેદવારને 8,011 મતોની લીડ મળી હતી. તેવી જ રીતે 2017માં ભાજપે ફરી શંભુજી ઠાકોરને ટિકિટ આપી, તેમણે 1,07,480 મત મળ્યા હતા. જ્યારે તમની સામે કોગ્રેસના ગોવિંદ સોલંકીને 95,942 મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 11,538 મતોની લીડ મળી હતી.

અલ્પેશ ઠાકોરને રાજકારણ વારસામાં મળ્યુ છે. તેના પિતા ખોડાજી ઠાકોર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. અલ્પેશ ઠાકોરે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બનાવેલા શક્તિદળમાં યુવા આગેવાનની ભૂમિકા ભજવી હતી. 2008માં તેઓ કોગ્રેસમાંથી અલગ થઇને પોતાના સંગઠન બનાવવા માટે મહેનત શરૂ કરી. અલ્પેશ ઠાકોર સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજના યુવાનોને એકત્રિત કર્યા અને ઠાકોર સેનાનું ગઠન કર્યુ. 2013માં અલ્પેશે ઠાકોર સેનાની રચના કરી.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે યુવા રોજગારી, વ્યસન મુક્તિ, શિક્ષણ જેવા મુદ્દાઓને લઇને સામાજિક લડત આપી. 2017ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર વિધિવત ફરી કોગ્રેસમાં જોડાયા અને બનાસકાંઠાની રાધનપુર સીટ પરથી અલ્પેશ ઠાકોર વિજેતા બન્યા હતા. જો કે કોગ્રેસમાં સિનિયર નેતાઓ સાથે અણબનાવને લીધે 2019ની રાજ્યસભાની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં કોગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇએ અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા. ભાજપમાં 2022માં શરૃઆતના તબક્કામાં રાધનપુર સીટ પર ચૂંટણી લડવાની અટકળો ચાલી હતી અને અંતે તેઓ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા