‘મંથન-૨૦૨૨’ સેમિનાર/ સંરક્ષણ ક્ષેત્રેઆત્મનિર્ભર બનવાની દિશામાં iDEXની મહત્વપૂર્ણ ભૂમિકા: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ‘ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ’- iDEX દ્વારા ‘મંથન-૨૦૨૨’ સેમિનાર યોજાયો હતો

Top Stories Gujarat
1 125 સંરક્ષણ ક્ષેત્રેઆત્મનિર્ભર બનવાની દિશામાં iDEXની મહત્વપૂર્ણ ભૂમિકા: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ‘ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ’- iDEX દ્વારા ‘મંથન-૨૦૨૨’ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે તેમણે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આડઈડેક્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી કહ્યું હતું કે, આઇડેક્સની રચના જે ઉદ્દેશ માટે કરવા માટે આવી હતી, તેમાં તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા ૨૦૧૮માં આઇડેક્સ લૉન્ચ કરવામાં આવ્યુ હતું અને તેની ઉત્કૃષ્ટતા બદલ ગત વર્ષે પીએમ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યુ હતું. આઇડેક્સે ખૂબ જ ઓછા સમયમાં સફળતાના શિખરો સર કર્યા છે. આજે આઇડેક્સ સંશોધન માટે સંશોધકો અને સ્ટાર્ટ-અપ્સમાં લોકપ્રિય બની ચૂક્યું છે. આઇડેક્સને ઇનોવેશન માટે ઇનોવેટ કરવામાં આવ્યું છે. આઇડેક્સ ઇનોવેટિવ ઇનિશિએટિવ છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, ડિફેન્સ સેક્ટર માત્ર મોટા-મોટા ઉદ્યોગપતિઓ માટે જ છે એવી માન્યતા નાથવામાં iDEX-આડેક્સ સફળ રહ્યું છે. આઇડેક્સ સાથે એવા-એવા લોકો જોડાયા છે કે જેઓ નવી કંપની કે સ્ટાર્ટઅપ શરુ કરવાની સ્થિતિમાં નહોતા, પરંતુ આઇડેક્સના પગલે તેવા લોકોએ પોતાના સપનાને વાસ્તવિકતામાં બદલતા જોયા છે. સરકાર અને ઇનોવેટર્સના સંયુક્ત પ્રયાસોએ અર્થતંત્રમાં એક હકારાત્મકતા પેદા કરી છે. આઇડેક્સના માધ્યમથી મોટી સંખ્યામાં જૉબ કૅપેસિટી પેદા થઈ છે કે જે જૉબ ક્રિએટર્સ તથા જૉબ સિકર્સ બન્ને માટે ઉપયોગી છે. આઇડેક્સ એક આંદોલન છે કે જે રાષ્ટ્ર માટે કાર્ય કરવાની પ્રેરણાથી સંચાલિત છે.

સિંહે જણાવ્યું હતું કે, જેમ-જેમ આપણો દેશ આગળ વધી રહ્યો છે, તેમ-તેમ તેની સુરક્ષા મજબૂત હોવી અને આત્મનિર્ભર હોવી જરૂરી બનતી જાય છે. આથી સરકારે સંરક્ષણ ક્ષેત્રે સાધનના સ્થાને સાધ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે સંરક્ષણ ક્ષેત્રમાં પ્રાઈવેટ પ્લેયર્સ અને સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ ડો. અજયકુમાર, ડિફેન્સ પ્રોડક્શનના અધિક સચિવ સંજય જાજુ, એર ચીફમાર્શલ વિવેક રામ ચૌધરી, ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ  આર. એચ. કુમાર, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પારડે, ડિફેન્સ સર્વિસીસના રસિકા ચૌબે તથા સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ પંકજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

મંથન-૨૦૨૨નો ઉદ્દેશ્ય ભારતીય સંરક્ષણ ક્ષેત્રને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહેલા સ્વદેશી સંશોધનોને સુનિશ્ચિત કરવા માટે સ્ટાર્ટ-અપ્સ, કોર્પોરેટ અને લશ્કરી પ્રતિનિધિઓને સાથે લાવવાનો હતો. તે iDEX-DIO (આઈડેક્સ-ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેસનાઈઝેશન) સાથે સંકળાયેલા સંશોધકોને તેમની ક્ષમતાઓ, ઉત્પાદનો અને અત્યાધુનિક તકનીકો ઉદ્યોગના અગ્રણીઓના લક્ષ્ય પ્રેક્ષકોને પ્રદર્શિત કરવાની અનન્ય તક પૂરી પાડી હતી. DISC ૭ (SPRINT) અને PRIME (SPRINT) હેઠળના ૭૫ પડકારોના પરિણામો બે મહિનાથી ઓછા સમયમાં વિક્રમજનક સમયમાં જાહેર કરવામાં આવ્યા હતા. iDEX–DIO દ્વારા ૭૫ પડકારોમાં ૧૧૮ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં DISC ૬, DISC ૭ SPRINT, OC ૪ અને OC ૫ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.