Not Set/ જમ્મુ-કાશ્મીર : પુલવામાં સેક્ટરમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળોએ એક આતંકીને કર્યો ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પુલવામાં સેક્ટરમાં સુરક્ષાબળના જવાનોને વધુ એક સફળતા મળી છે. હિજબુલમાં કમાન્ડર  મન્નાન વાનીને ઢેર કર્યાના બે દિવસ બાદ જ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલા આ આતંકીની ઓળખ શબ્બીર અહેમદ ડારના રૂપમાં થઇ છે. બીજી બાજુ ઠાર કરાયેલા આતંકી પાસેથી હથિયારો પણ જપ્ત કરાયા છે. Pulwama: Encounter underway between […]

Top Stories India Trending
719760 jk 970 જમ્મુ-કાશ્મીર : પુલવામાં સેક્ટરમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળોએ એક આતંકીને કર્યો ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના પુલવામાં સેક્ટરમાં સુરક્ષાબળના જવાનોને વધુ એક સફળતા મળી છે. હિજબુલમાં કમાન્ડર  મન્નાન વાનીને ઢેર કર્યાના બે દિવસ બાદ જ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલા આ આતંકીની ઓળખ શબ્બીર અહેમદ ડારના રૂપમાં થઇ છે. બીજી બાજુ ઠાર કરાયેલા આતંકી પાસેથી હથિયારો પણ જપ્ત કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, SOG અને CRPFની સંયુક્ત ટીમને જહૂર ઠોકર તેમજ અન્ય આતંકીઓની સુચના પે આ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જો કે આ એન્કાઉન્ટરમાં દરમિયાન જહૂર ઠોકર તેમજ અન્ય આતંકીઓ ફરાર થઇ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જહૂર ઠોકર એ ૧૭૩ ટેરીટોરિયલ આર્મીનો સભ્ય હતો અને તે ૨૦૧૬માં સર્વિસ રાઈફલ સાથે ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ ત એ આતંકવાદી બન્યો હતો.

પુલવામાંના SSPના જણાવ્યા મુજબ, આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર શુક્રવાર મોડી રાત્રિથી ચાલી રહ્યું છે અને આ દરમિયાન એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, શનિવારે જમ્મુ-કાશ્મીરમાં લોકલ બોડી ઇલેકશનમાં ત્રીજા ચરણનું વોટિંગ ચાલી રહ્યું છે, ત્યારે સુરક્ષાનો પણ પુખ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બીજી બાજુ આતંકીઓ તરફથી પણ હુમલાને એલર્ટ જોવા મળી રહ્યું છે.