Covid-19/ WHO એ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો માન્યો આભાર, જાણો કારણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ પણ ભારત સરકારનાં આ નિર્ણયને આવકારવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો આભાર માન્યો છે.

Top Stories India
ભારત

ભારત સરકારે કોવિડ રસીની વિદેશમાં નિકાસને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનાં જણાવ્યા અનુસાર, ‘વેક્સિન મૈત્રી કાર્યક્રમ’ હેઠળ, ભારત ઓક્ટોબર 2021 થી કોરોના વાયરસ રસીની નિકાસ શરૂ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ પણ ભારત સરકારનાં આ નિર્ણયને આવકારવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો આભાર માન્યો છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં ઘટાડો

WHO નાં ડાયરેક્ટર જનરલ ડો.ટેડ્રોસ અઘાનોમ ગેબ્રેયેસસે કહ્યુ કે, ભારતનાં આ નિર્ણયથી સમગ્ર વિશ્વનાં તમામ દેશોમાં 40 ટકા વેક્સિનેશનનાં લક્ષ્યને હાંસિર કરવામાં મદદ મળશે. નોંધપાત્ર રીતે, દેશમાં મોટી સંખ્યામાં કોવિડ વેક્સિન બનાવવામાં આવી રહી છે, જ્યારે 80 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર પહેલા, ભારત સરકારે ‘વેક્સિન મૈત્રી કાર્યક્રમ’ શરૂ કર્યો હતો, જે અંતર્ગત ઘણા દેશોને વેક્સિન આપવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેર ફાટી નીકળવાના કારણે, ભારતમાં વેક્સિનનો પુરવઠો પૂરો કરવા માટે ભારતે વેક્સિનની નિકાસ સ્થગિત કરવી પડી હતી. જો કે, બીજી લહેરથી બોધપાઠ લેતા, કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે અને વેક્સિનનાં ઉત્પાદન પર પણ ભાર મૂક્યો છે. હવે ફરી સરકારે વેક્સિનની નિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા WHO નાં મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસએ કહ્યું, “કોવેક્સ પહેલ હેઠળ ઓક્ટોબરમાં મહત્વપૂર્ણ વેક્સિન શિપમેન્ટ ફરી શરૂ કરવાની ભારતની જાહેરાત બદલ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો આભાર. વર્ષનાં અંત સુધીમાં તમામ દેશોમાં 40 ટકા રસીકરણનાં લક્ષ્ય સુધી પહોંચવાના સમર્થનમાં આ એક મહત્વપૂર્ણ જાહેરાત છે.

આ પણ વાંચો – ગાંધીનગર / ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા

આપને જણાવી દઇએ કે, GAVI કોરોનાવાયરસ સામે વેક્સિન માટે એક વૈશ્વિક જોડાણ બાકીની દુનિયામાં નિકાસ ફરી શરૂ કરવાના ભારતનાં પગલાનું સ્વાગત કરે છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ટાંકવામાં આવેલા GAVI નાં પ્રવક્તાએ કહ્યું કે, અમે એવા સમાચારોનું સ્વાગત કરીએ છીએ કે ભારતે દુનિયાનાં બાકી હિસ્સામાં કોવિડ-19 રસીઓની નિકાસ ફરી શરૂ કરવાની છે. પ્રવક્તાએ કહ્યું કે, આ ભારતમાં અને વૈશ્વિક સ્તરે આરોગ્ય સુરક્ષા પર સકારાત્મક અસર કરી શકે છે.