Not Set/ વિશ્વના સૌથી વ્હાઇટ પેઇન્ટને મળ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો તેના વિશે..

એક રિસર્ચ પ્રમાણે, સૂર્યપ્રકાશના કિરણો જ્યારે કોઈ બિલ્ડિંગ કે પછી ઘરની છત પર પડે છે ત્યારે આ પેઇન્ટ તેને પરાવર્તિત કરે છે,પેઇન્ટ લગાવવાથી મોંઘા એર કન્ડિશનરની જરૂર પણ નહીં પડે

World
મેઇન વિશ્વના સૌથી વ્હાઇટ પેઇન્ટને મળ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો તેના વિશે..

અમેરિકન વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી ‘વ્હાઈટ પેઇન્ટ’ બનાવ્યું છે. આ પેઇન્ટને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પેઇન્ટ ઈન્ડિયાનાની પરડ્યુ યુનિવર્સિટીના પ્રોફેસર જિઉલિન રુઆને કહ્યું કે, આ પેઇન્ટ ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં અસરકારક છે. આ પેઇન્ટ એટલું સફેદ હોય છે કે તેનાથી રંગેલી દીવાલ પર પડતા સૂર્યપ્રકાશના કિરણો 95.5% રિફલેટ એટલે કે પરાવર્તિત થઈ જાય છે. પેઇન્ટ બનાવનારા સંશોધકોના ગ્રુપે કહ્યું, આ પેઇન્ટ બિલ્ડિંગની છત અને તેના કિનારાની દીવાલ પર કરી શકાય છે. પેઇન્ટ દીવાલોની અંદરના ભાગને પ્રાકૃતિક ઠંડું રાખશે. એક રિસર્ચ પ્રમાણે, સૂર્યપ્રકાશના કિરણો જ્યારે કોઈ બિલ્ડિંગ કે પછી ઘરની છત પર પડે છે ત્યારે આ પેઇન્ટ તેને પરાવર્તિત કરે છે. પેઇન્ટ લગાવવાથી મોંઘા એર કન્ડિશનરની જરૂર નહીં પડે. એર કન્ડિશનરનો ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો રોલ હોય છે. આ પર્યાવરણ માટે જોખમ છે.

મોટો ખર્ચ નહીં

2 4 વિશ્વના સૌથી વ્હાઇટ પેઇન્ટને મળ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો તેના વિશે..

સંશોધકોએ કહ્યું, આ પેઇન્ટમાં કેલ્શિયમ કાર્બોનેટ છે. આ કેમિકલ લાઇમસ્ટોન અને ચૉકમાં હોય છે. પેઇન્ટમાં વધારે માત્રામાં કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ સસ્તું હોય છે, આથી આ પેઈન્ટ વધારે જગ્યાએ કરવામાં મોટો ખર્ચ નહીં આવે. રુઆને કહ્યું, કમર્શિયલ પેઇન્ટની સરખામણીએ અમારું પેઇન્ટ સસ્તું છે અને તે સરળતાથી રેડી થઈ જાય છે. આ પેઈન્ટ દીવાલો પર વધારે સમય સુધી ટકી રહે છે.

રૂમને ગરમ થતા અટકાવે છે

રુઆને જણાવ્યું કે, આ એક કુલિંગ પેઈન્ટ છે. તેને દીવાલ ઉપરાંત કાર અને ટાવર પર પણ પેઇન્ટ કરી શકાશે. જો કે, ઠંડીમાં તકલીફ વધી શકે છે કારણકે આ રૂમને ગરમ થતા અટકાવે છે. આ પેઈન્ટ 18 ડિગ્રી સુધી રૂમનું તાપમાન ઓછું કરી શકે છે.

આ રીતે બનાવ્યું પેઈન્ટ
Untitled 261 વિશ્વના સૌથી વ્હાઇટ પેઇન્ટને મળ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો તેના વિશે..
પ્રોફેસર રૂઆનના જણાવ્યા પ્રમાણે, સાત વર્ષ પહેલાં અમે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે અમારા મગજમાં ઊર્જાની બચત અને ક્લાઇમેટ ચેન્જ જેવા મહત્ત્વના મુદ્દા હતા. આ પેઈન્ટમાં વધારે માત્રામાં બેરિયમ સલ્ફેટ મિક્સ કર્યો છે તેનો ઉપયોગ ફોટો પેપર અને બ્યુટી પ્રોડક્ટને સફેદ બનાવવા માટે કરવામાં આવે છે. પેઇન્ટમાં બેરિયમ સલ્ફેટના કણ અલગ-અલગ આકારના હોય છે અને પ્રત્યેક કણ અલગ-અલગ માત્રામાં પ્રકાશ પરાવર્તિત કરે છે. કણ જેટલો મોટો હશે તેટલો જ વધારે પ્રકાશ પરાવર્તિત કરશે.