Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓના શ્રમયોગીઓ (Workers)ને વર્ષ 2024-25નું બોનસ ચૂકવાયું.
2 લાખ 12 હજાર 692 શ્રમયોગીઓને આશરે રૂપિયા 360 કરોડ 93 લાખ જેટલું બોનસ (Bonus) ચૂકવાયું.
આગામી દિવાળીના તહેવારો (Diwali Festivals)ને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ 2024-25ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે નાયબ શ્રમ આયુકતની કચેરી, અમદાવાદ દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સધન પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેના પરિણામે અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ (Industries) ધ્વારા દિવાળી પૂર્વે જિલ્લામાં ૨ લાખ ૧૨ હજાર ૬૯૨ શ્રમયોગીઓને આશરે રૂપિયા 360 કરોડ 93 લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચુકવણી કરવામાં આવી છે, એમ નાયબ શ્રમ આયુકતની કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચૂકવણી કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્ય સ્તરીય મહાસંમેલન’
આ પણ વાંચો: Ahmedabad News/દિવાળી દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં એક કરોડથી વધુની બિનહિસાબી રોકડ સાથે આરોપીની ધરપકડ
